અફઘાનિસ્તાનમાં બે જગ્યાએ તાલીબાની હુમલામાં ૧પ સૈનિકો તેમજ ચાર પોલીસના નિપજયા મૃત્યુ / આગામી ર૬ જાન્યુઆરીની પરેડના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને મોકલાવ્યુ આમંત્રણ / નર્મદામાં આવ્યા નવા નીરઃ સરદાર સરોવર ડેમની સપાટી ૧૦૯.૯૫ મીટરે પહોંચી /

ધ્રોલ તાલુકાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ ર૩-મે ના દિને યોજાશે

જામનગર તા. ૧૬ઃ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ધ્રોલ મામલતદાર કચેરીમાં મામલતદારના અધ્યક્ષસ્થાને તા. ર૩-પ-ર૦૧૮ ના દિને સવારે ૧૧ વાગ્યે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો છે.

આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ ધ્રોલને દિવસ ૧૦ માં અરજીઓ પૂરતા પુરાવા સાથે મોકલી આપવાની રહેશે.

તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો તે ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત રહેલ હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અરજીની તારીખે અનિર્ણિત હોય. તાલુકા કક્ષાના અધિકારી ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ. અરજદાર પોતે રૃબરૃ પ્રશ્નના જ આધાર-પુરાવા સાથે રજૂઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો કરી શકશે નહીં. ધ્રોલ તાલુકાના સમગ્ર નાગરિકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા મામલતદાર, ધ્રોલની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00