ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

જમીન વિકાસ નિગમનો ભ્રષ્ટાચાર હિમશિલાના ટપકાં જેવોઃ કોંગ્રેસ

અમદાવાદ તા. ૧૬ઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ દોશીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જમીન વિકાસ નિગમનો ભ્રષ્ટાચાર હિમશિલાના ટપકાં જેવો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત જમીન વિકાસ નિગમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને હિમશિલાના ટપકાં સમાન આ ભ્રષ્ટાચારના પંચાવન લાખ રોકડા નિગમની સત્તાવાર કચેરીમાં અધિકારીના ખાનામાંથી પકડાય તે દર્શાવે છે કે, ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખેડૂતો અને જમીનના વિકાસને બદલે અધિકારીઓ અને ભાજપના મળતિયાઓનો વિકાસ થઈ રહ્યો છે. જમીન વિકાસ નિગમની જેમજ અન્ય નિગમો અને સચિવાલયમાં ચાલતા ભ્રષ્ટાચારી તપાસની માંગ કરતા પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જમીન વિકાસ નિગમમાં ખેડૂતોની જમીન સમતલ કરવી, તળાવો ઊંડા કરવા, સીમ તલાવડી, ખેત તલાવડી, વાયર ફેન્સીંગ અને ખેડૂતો, ખેતીલક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે. છેલ્લા દસ વર્ષમાં સીમતલાવડી, ખેત તલાવડીના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. સાથોસાથ જમીન વિકાસ નિગમમાં ઓનલાઈન અરજીના નામે મનફાવે તેમ અને મરજી મુજબ નાણા ફાળવણી કરવામાં આવે છે. નાણા ફાળવણી પહેલા જે જે ખેડૂતો-ખાતેદારો વહીવટ કરે અથવા તો માળતિયાઓ સાથે ગોઠવણ કરે તો જ પદ્ધતિ અમલમાં આવે છે. નાણાની ફાળવણીમાં જુદા જુદા જિલ્લા દીઠ ખૂબ જ તફાવત જોવા મળે છે. જેમાં જુદા જુદા ડિવિઝનોમાં નાણા ફાળવવામાં અગાઉથી નક્કી થયા મુજબ વળતર ન આપવામાં આવે તો નાણા તે જ પ્રમાણે ફાળવવામાં આવે અને પેમેન્ટ ઓર્ડર માટે ઓનલાઈન અરજીઓ ચોક્કસ સમયે મળતિયાઓને ધ્યાને લઈ ચાલુ-બંધ કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું છે કે નિગમમાં ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નિવૃત્ત અધિકારીઓ દ્વારા સમગ્ર વહીવટ ચલાવવામાં આવે છે અને આ તમામ  નિવૃત્ત અધિકારીઓ ચોક્કસ નાણાકીય વ્યવહાર સાથે બદલીઓ કરવી, ખેત તલાવડી, સીમ તલાવડીમાં નાણા ફાળવવા, ફેન્સીંગમાં નાણાકીય લેતી-દેતીની અનેક ફરિયાદો અંગે ખેડૂતોએ મંત્રી તથા મુખ્યમંત્રીને કરી હોવા છતાં આજદિન સુધી આ અંગે કોઈ પગલાં ભરાયા ન હતાં.

જમીન વિકાસ નિગમ કે પછી સરકારના અન્ય કોઈ નિગમો-વિભાગોમાં નિવૃત્ત કર્મચારીઓને સતત પુનઃનિમણૂકો આપીને ભાજપ સરકાર મનફાવે તે રીતે ભ્રષ્ટાચાર આચરી રહી હોવાનો આક્ષેપ કરતા ડો. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે ભાજપ સરકારના છેલ્લા રર વર્ષના શાસનમાં વિવિધ વિભાગો અને નિગમોમાં પ્રજાલક્ષી યોજનાના લાભો જે તે પરિવરને મળવાને બદલે મળતિયાઓ મલાઈ તારવી રહ્યા છે. યોગ્ય અને પ્રતિબદ્ધ ગુણવત્તા ધરાવતા યુવાનો એક તરફ નોકરી માટે રાહ જોઈ રહ્યા છે. અનેક યુવાન અધિકારીઓ બઢતીની રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ પોતાને અનુકુળ નિર્ણય કરાવવા માટે નિવૃત્ત કર્મચારીઓની પુનઃ નિણમૂક કરીને ભાજપ સરકારે બેરોકટોક ભ્રષ્ટાચાર આચરી રહી છે. જમીન વિકાસ નિગમમાં પકડાયેલા પંચાવન લાખ રૃપિયાના વધુ ભ્રષ્ટાચાર તો હિમશિલાના ટપકાં સમાન છે ત્યારે આ નાણા ક્યા સંત્રી અને ક્યા મંત્રી માટે હતાં? જમીન વિકાસ નિગમ સહિત નિગમોમાં ચાલતા ભ્રષ્ટાચાર શું ભાજપ સરકારની ધનસંગ્રહ યોજનાનો ભાગ છે? ગુજરાતની જનતા જાણવા માંગે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00