નાઈજીરીયામાં બોકો હરામનો આત્મઘાતી હુમલોઃ ૩૧ના મૃત્યુ નિપજયાં / આઈ.બી.એ રાજધાની દિલ્હી પર આતંકુ હુમલાનો ખતરો હોવાનું કર્યું જાહેર / કાશ્મીમાં આતંકીઓ પાસે બંકરો પણ તોડી નાખે એવી ચીની બનાવટની સ્ટીલની ગોળી ઓ મળી આવી / પૂર્વાેત્તર રાજ્યોમાં જળ પ્રલય ર૩નાં મૃત્યુઃ ૪.પ લાખ લોકો થયા પ્રભાવીત / જમ્મુ-કાશ્મીરમાં બાંદીપુરામાં ૪ આતંકી ઠારઃ બીજબહોરમાં સર્ચ ઓપરશન શરૃ / સુરતમાં બુલેટ ટ્રેનનો કરાયો વિરોધઃ મોટી સંખ્યામાં ખેડૂતોએ યોજી રેલી /

ભૈય્યુજી મહારાજના આજે અંતિમ સંસ્કાર

ભોપાલ તા. ૧૩ઃ ઈન્દોરના આધ્યાત્મિક ગુરૃ ભૈય્યુજી મહારાજે ગઈકાલે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આજે તેઓના અંતિમ સંસ્કાર થશે. તેમની રહસ્યમય આત્મહત્યા અંગે કોંગ્રેસે તપાસની માંગ ઉઠાવી છે.

ઈન્દોરના આધ્યાત્મિક ગુરૃ ભૈય્યુજી મહારાજે ગઈકાલે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. ઈન્દોરના સંત ભૈય્યુજી મહરાજના અંતિમ સંસ્કાર આજે બપોરે કરવામાં આવશે. તે પહેલાં સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો.

ભૈય્યુજી મહારાજે મંદિરના એક રૃમમાં આત્મહત્યા કરી હતી. દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં અને હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતાં. તેમના આ રૃમમાંથી નાની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'મારા પરિવારનું ધ્યાન રાખજો, હું આ દુનિયા છોડીને જઈ રહ્યો છું, હું હાલ બહુ જ ચિંતાજનક સ્થિતિમાં છું જેને સહન નથી કરી શકતો,' તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ તેમના આપઘાતની તપાસની માગ કરી છે.  જો એક એમપણ જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ પારિવારિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતાં. કોંગ્રેસે આ મામલામાં સીબીઆઈની તપાસ પણ માગી છે. પોલીસને પ્રારંભિક તપાસમાં ઘરેલું વિવાદની વાત સામે આવી છે. પોલીસને આપેલા નિવેદનમાં પત્ની-દીકરીએ એકબીજા સામે આરોપ લગાવ્યા હોવાનું જાણવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00