નર્મદા ડેમની જળ સપાટી ૧૨ કલાકમાં ૩ર સેન્ટિમીટર વધીને ૧૧૧.૩૦ સે.મી. થઈ / અમદાવાદમાં ચાર ઈંચ વરસાદઃ વેજલપુરમાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ પડયોઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધીમીધારે મેઘરાજાનું આગમનઃ જસદણ-વિંછીયા પંથકમાં ત્રણ ઈંચ પાણી પડયું / કેરળમાં પુરનો પ્રકોપ યથાવતઃ ૧૬૭ લોકોએ ગુમાવ્યા જીવઃ હજુ પણ રેડ એલર્ટ જાહેર / બે મહાપુરૃષો વચ્ચે ગજબનો યોગાનુયોગઃ પ્રમુખ સ્વામી મહારાજ અને અટલજીના એક જ દિવસે અંતિમ સંસ્કાર /

જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જામજોધપુરમાંઃ વહીવટી તંત્ર સજ્જ

જામનગર તા. ૧૦ઃ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જામજોધપુરમાં થનાર હોય, જેના સુચારૃ આયોજન માટે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.

આ બેઠકમાં કલેક્ટર રવિશંકરે ઉપસ્થિત જિલ્લાના તમામ વિવિધ વિભાગના અધિકારીઓને ઉજવણીમાં સહભાગી થઈ કાર્યક્રમ સુચારૃ રીતે પાર પડે તે માટે જરૃરી સૂચનો કર્યા હતાં. તા. ૧૪ ઓગસ્ટના ત્રિરંગા યાત્રા ક્રિકેટ બંગલાથી શરૃ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત આવશે તેમજ ૧પ મી ઓગસ્ટનું રિહર્સલ પણ તેના અગાઉના દિવસે કરવામાં આવશે. જામજોધપુરમાં થનાર ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો યોગ નિદર્શન કરશે. ત્યારપછી ઉપસ્થિત મંત્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવનાર છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00