રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરતમાંઃ અંગદાન કરનારના પરિવારોનું કર્યું સન્માન

સુરત તા. ર૯ઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુરત પહોંચ્યા છે. તેઓના હસ્તે અંગદાન કરનારના પરિવારોનું સન્માન કરાયું છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વખત સુરત આવી પહોંચ્યા છે. સરસાણાં પ્લેટીનિયમ હોલમાં ડોનેટ લાઈફ દ્વારા ઓર્ગેન ડોનર કરનારના પરિવાર તથા ડોક્ટર્સનો સન્માન સમારોહમાં હાજરી આપી હતી. જેમાં સીએમ રૃપાણી અને રાજ્યપાલે પણ હાજરી આપી હતી અને ઓર્ગન ડોનેટ કરનારના પરિવારનું સન્માન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ગણેશજીની મૂર્તિ આપી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સીએમ, રાજ્યપાલ સહિત મહાનુભાવોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ડોનેટ લાઈફની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું. સીએમ રૃપાણીએ સ્વાગત સંબોધન કર્યું હતું. રાજ્યપાલના સંબોધન અગાઉ રાષ્ટ્રપતિએ માઈક તેમની જગ્યાએ લાવવાનો વિવેક કર્યો પણ કોહલીએ ના કહી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુનિવર્સિટીમાં યોજાનારા પદવીદાન સમારોહમાં ૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરશે. આ ઉપરાંત એસઆરકે નોલેજ ફાઉન્ડેશન દ્વારા બપોરે ર.૩૦ વાગ્યે સંજીવકુમાર ઓડીટોરિયમમાં યોજાનાર સંતોકબા એવોર્ડ સમારોહમાં પણ હાજરી આપશે.

close
Nobat Subscription