સુપ્રિમના ચૂકાદા પછી પણ ખુલ્લા રહેશેં વિકલ્પોઃ ક્યુરેટિવ પિટિશન થઈ શકશે

નવી દિલ્હી તા. ૯ઃ આજે રામમંદિર-બાબરી મસ્જિદ વિવાદના સુપ્રિમ કોર્ટના ફેંસલા પછી પણ પક્ષકારો પાસે કેટલાક કાનૂની વિકલ્પો રહે છે.

અયોધ્યામાં રામ મંદિર વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ચૂકાદો આજે આપ્યો છે. ચૂકાદાને જોતા માત્ર ઉત્તરપ્રદેશ જ નહીં, પરંતુ દેશના કેટલાય ભાગમાં સુરક્ષાનો ચાં૫તો બંદોબસ્ત કરાયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા આખી અયોધ્યા નગરીને છાવણીમાં ફેરવી દીધી છે.

સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ સભ્યવાળી બેન્ચે સતત ૪૦ દિવસ સુનવણી કરી જસ્ટિસ રંજન ગોગોઈની આ બેન્ચમાં તેમના સિવાય જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર પણ સામેલ રહ્યા. બેન્ચે આ કેસની સુનવણી ૬ ઓગસ્ટથી શરૃ કરી અને સુનવણી દરરોજ ચાલી. હવે તેનો ચૂકાદો આવ્યો છે. કોર્ટના ચૂકાદા પછી દરેક પક્ષની પાસે રિવ્યુ પિટીશન કરવાની તક રહેશે. કોઈપણ પક્ષકાર ચૂકાદાને લઈ સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી શકે છે તેના પર બેન્ચ સુનવણી કરી શકે છે, જો કે કોર્ટને એ નક્કી કરવું પડશે કે, આ પૂનર્વિચાર અરજીને કોર્ટમાં સાંભળવી કે પછી ચેમ્બરમાં સાંભળવી. બેન્ચ પોતાના સ્તર પર જ આ અરજીને નકારી શકે છે અથવા તો પછી તેનીઉપર બેન્ચને સ્થળાંતરિત કરી શકે છે, જો કે કોર્ટના ચૂકાદાના અત્યાર સુધીનો ઈતિહાસ બતાવે છે કે બેન્ચ પોતાના સ્તર પર જ અરજી પર ફેંસલો લઈ લે છે.

સુપ્રિમ કોર્ટની તરફથી પૂનર્વિચાર અરજી પર ચૂકાદો સાંભળ્યા પછી પણ પક્ષકારોની પાસે બીજો એક વિકલ્પ હશે. કોર્ટના ચૂકાદાની વિરૃદ્ધ આ બીજો અને છેલ્લો વિકલ્પ છે જેને ક્યૂરેટિવ પિટીશન કહેવાય છે, જો કે ક્યૂરેટિવ પિટીશન પૂનર્વિચાર અરજીથી થોડો અલગ છે. તેમાં ચૂકાદાની જગ્યાએ કેસમાં એ મુદ્દા કે વિષયોને ચિન્હિત કરવાના હોય છે જેમાં તેને લાગે છે કે આના પર ધ્યાન આપવાની જરૃર છે. આ ક્યૂરેટિવ પિટીશન પર પણ બેન્ચ સુનવણી કરી શકે છે અથવા તો પછી તેને રદ્ કરી શકે છે. આ સ્તર પર ચૂકાદો થયા પછી કેસ ખત્મ થઈ જાય છે અને જે પણ નિર્ણય આવે છે તે સર્વમાન્ય થઈ જાય છે.

અલ્હાબાદ હાઈકોર્ટની ૩ જજોની બેન્ચે અંદાજે ૯ વર્ષ પહેલા ૩૦ સપ્ટેમ્બર ર૦૧૦ ના પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, ર.૭૭ એકરની વિવાદાસ્પદ જમીનને ત્રણ પક્ષો (સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન) માં સરખા ભાગે વહેંચી દેવામાં આવે, જો કે હાઈકોર્ટના નિર્ણયને કોઈપણ પક્ષે માન્ય નહીં અને તેની વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રિમ કોર્ટની તરફથી ૯ મી મે ર૦૧૧ ના અલ્હાબાદ હાઈકોર્ટના ચૂકાદા પર પ્રતિબંધ મૂકી દેવાયો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit