તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ફાઈનલમાં ફ્રાન્સઃ બેલ્જિયમ વિરૃદ્ધ ૧-૦ થી વિજય

મોસ્કો તા. ૧૧ઃ રશિયામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપ-ર૦૧૮ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ફ્રાન્સે બેલ્જિયમને ૧-૦ થી પરાજીત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે રમાયેલા પ્રથમ સેમિફાઈનલમાં ફ્રાન્સના સૈમ્યુઅલે એકાવનમી મિનિટે ગોલ કર્યો હતો. તેની સામે બેલ્જિયમ બરાબરી કરવામાં નિષ્ફળ રહી હતી.

ફ્રાન્સ વિશ્વકપ ફૂટબોલમાં ત્રીજી વખત ફાઈનલ મુકાબલા સુધી પહોંચી છે. ૧૯૯૮ માં રમાયેલ વર્લ્ડકપમાં ફ્રાન્સે ફાઈનલમાં બ્રાઝીલને પરાજીત કરી કપ જીતી લીધો હતો.

આજે રાત્રે ઈંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે બીજો સેમીફાઈનલ મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૧.૩૦ વાગ્યે રમાશે. આ મેચના વિજેતા અને ફ્રાન્સ વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00