ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

બિનઅનામત વર્ગોને રીઝવવા આજે ૩પ જેટલી યોજનાઓ થશે જાહેર

ગાંધીનગર તા. ૧૦ઃ બિન-અનામત વર્ગોને રીઝવવા આજે સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૩પ જેટલી યોજનાઓ જાહેર કરી શકે છે. હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેરાત કર્યા પછી સરકારમાં હડકંપ મચી ગયો હોવાથી આ જાહેરાત થનાર હોવાનું સૂત્રો જણાવે છે.

રાજ્ય સરકાર આજે સાંજે બિનઅનામત વર્ગો માટે ૩પ જેટલી યોજનાઓની જાહેરાત કરી શકે છે. જેમાં અનામત વર્ગોને સમકક્ષ સુવિધાઓ, સહાય કે રાહતોની જોગવાઈઓનો સમાવેશ થઈ શકે છે.

ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રે મોટી જાહેરાતો આજે થઈ શકે છે. બિનઅનામત નિગમના નેજા હેઠળ આ યોજનાઓ અમલી બની શકે છે.

સૂત્રો જણાવે છે કે આજે સાંજ સુધીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ જાહેરાતો કરશે. વિદ્યાર્થીઓ માટે ચાલુ શૈક્ષણિક સત્રથી જ ફી માફી, આર્થિક નબળા વર્ગો માટે અનામત કેટેગરીને સમકક્ષ લાભો, પરીક્ષા અને નોકરીની વયમર્યાદાઓમાં છૂટછાટ, સસ્તા દરે સરળતાથી શૈક્ષણિક લોનની ઉપલબ્ધિ, સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદ અને અનામત વર્ગોના વિદ્યાર્થીઓને મળતી શૈક્ષણિક સહાયને સમકક્ષ યોજનાકીય લાભોની જાહેરાત થઈ શકે છે. આજે રૃપાણી સરકાર આ માટે તૈયાર હોવાના મીડિયા અહેવાલો પછી સચિવાલયમાં હલચલ તેજ બની છે અને ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવાઈ હોવાના પણ અહેાવલો આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રપ મી ઓગસ્ટથી હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે અને આ માટે સમર્થન મેળવવા દડવાથી દ્વારકાની યાત્રા સંપન્ન કરી છે, તેનાથી રાજ્ય સરકારમાં હડકંપ જેવી સ્થિતિ ઊભી થવા પામી છે. હાર્દિક પટેલને બિનઅનામત વર્ગોનું સમર્થન મળે તો ત્રણ વર્ષ પહેલા થઈ હતી, તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આ કારણે સરકાર  વિરોધી જુવાળ ઊભો થાય, તો તે રૃપાણી સરકારને ભારે પડી શકે છે. આ ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ પણ ભાજપને હાનિ પહોંચી શકે છે. આ સ્થિતિ નિવારવા રાજ્ય સરકાર બિનઅનામત વર્ગોને રિઝવવા સંખ્યાબંધ રાહતો જાહેર કરી શકે છે. કારણ કે થોડા સમય પહેલા ખુદ, હાર્દિક પટેલે જ જાહેરમાં સ્વીકાર્યું હતું કે જો બિનઅનામત વર્ગોને ઓ.બી.સી. અનામત જેવા જ સમકક્ષ ગણી શકાય તેવા લાભો મળતા હોય તો તે સ્વીકારી શકાય તેમ છે. આથી ઓ.બી.સી.ના સ્થાને ઈ.બી.સી.નો વિકલ્પ સ્વિકૃત બનતા રાજ્ય સરકાર તે દિશામાં આગળ વધી રહી છે.

જો સરકાર આ પ્રકારની સ્વિકૃત યોજનાઓ જાહેર કરશે તો હાર્દિક પટેલનો અનામતનો મુદ્દો હવાઈ જશે, તેવું મનાય છે. તે પછી તે ખેડૂતોના પ્રશ્ને આંદોલન ચલાવી શકે છે, પરંતુ અનામતનો ગળાની ફાંસ જેવો મુદ્દો હલ થઈ જતો હોય, તો અન્ય મુદ્દાઓનો હલ કાઢવો સરકાર માટે સરળ બની શકે છે.

જો કે, હાલ તો આ બધી જ અટકળો અને માન્યતાઓ જ છે.  આ મુદ્દે આજે રાજ્ય સરકાર કેવી જાહેરાત કરે છે અને તેમાં ક્યા ક્યા મુદ્દાઓ સામેલ થાય છે, તેના પર બધો આધાર રહેવાનો છે. આજે સવારથી જ મીડિયામાં આ મુદ્દો છવાયેલો રહ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00