જામનગરમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી નોંધાયું: ભેજ ૮૭ ટકા

જામનગર તા. ૩૦ઃ જામનગરમાં વાદળછાંયા વાતાવરણના પગલે મહત્તમ તાપમાન અડધો ડીગ્રી ઘટીને ૩૬ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૮૭ ટકા થઈ જતાં જનતા બફારાથી હેરાન થઈ હતી.

જામનગરના આકાશમાં વાદળોની આવન-જાવન જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે વરસાદ જેવો માહોલ થઈ ગયો હતો, પરંતુ વરસાદ ન થતા લોકો નિરાશ થયા હતાં. વરસાદી વાદળોની આવા-ગામનના પગલે નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા વધીને ૮૭ ટકા રહ્યું હતું. ભેજમાં થયેલા વધારાના પગલે લોકો બફારાથી પરશેવે રેબઝેબ થઈ ગયા હતાં, પરંતુ સાંજે ઠંડા પવનોના કારણે જનતાએ રાહત અનુભવી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Ank Bandh
close
PPE Kit