નાઘુનામાં વાડી પાસે જાહેરમાં જામેલા જુગાર પર એલસીબી ત્રાટકી

જામનગર તા. ૮ઃ જામનગરના નાઘુના ગામમાં ગઈકાલે એલસીબીએ દરોડો પાડી જાહેરમાં તીનપત્તી રમતા ૬ શખ્સોને પકડી પાડ્યો છે.પટ્ટમાંથી રોકડ અને પંટરના ત્રણ બાઈક મળી રૃા. સવા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના નાઘુના ગામમાં આવેલી એક વાડીના શેઢા પાસે ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી જામનગરની એલસીબીમાં દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલી ચંદુભાઈ પટેલની વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી રમતા રણજીતસિંહ રવુભા રામાકંચવા, જામનગરની સાધના કોલોનીવાળા રમેશભાઈ દુર્લભજીભાઈ રાયઠઠ્ઠા, રામપર વેરાવળના પરેશ વસંતજી ઠકરાર, નાઘુનાના રમેશ કાનજીભાઈ કોળી, કલ્યાણજીના ચોક પાસે રહેતા નવરંગભાઈ લહેરીભાઈ પુનાતર તથા નાઘુનાના ગોરધનભાઈ ડાહ્યાભાઈ અકબરી નામના ૬ શખ્સો મળી આવ્યા હતા. પટ્ટમાંથી રૃા. ૫૬,૧૦૦ રોકડા, ત્રણ મોટરસાયકલ મળી કુલ રૃા. ૧,૩૧,૧૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પંચકોશી બી ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit