જીવનને નવી દિશા આપનારી રોચક વાર્તાઓનું પુસ્તક '૧૦૧ સદાબહાર વાર્તાઓ'

મુંબઈ તા.૧૨ઃ બેસ્ટ સેલિંગ લેખક દીપ ત્રિવેદી, જેમનું બેસ્ટ સેલિંગ પુસ્તક 'હું મન છું' નો કેટલીય ભારતીય તથા આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં અનુવાદ થઈ ચૂક્યો છે, અને એમને ઘણાં બધાં પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવ્યાં છે, તેમણે આ વખતે પોતાના હવે પછીના પુસ્તક '૧૦૧ સદાબહાર વાર્તાઓ'માં સર્વકાલીન સર્વશ્રેષ્ઠ રોચક વાર્તાઓ પ્રસ્તુત કરી છે.

વાર્તાઓ તો સહુ કોઈએ સાંભળી અને વાંચી હશે, પણ આ પુસ્તકમાં વિશ્વની કુલ ૧૦૧ સર્વશ્રેષ્ઠ વાર્તાઓ છે, જેને લેખકે પોતાના જ અનોખા અંદાજમાં હાસ્ય અને વ્યંગ્યના અદ્ભુત મિશ્રણમાં પરોવીને રજૂ કરી છે. આ પુસ્તકની સૌથી ખાસ બધી વાર્તાઓના સારમાં નિહિત છે. જેમાં દીપ ત્રિવેદી એના ગહન સાયકૉલોજીકલ અને ફિલોસૉફિકલ પાસાઓને ખૂબ જ સરળતાથી સમજાવે છે, જેથી વાત તમારા મનના ઊંડાણમાં આસાનીથી ઊતરી જાય છે અને તમે જીવનમાં સફળતાની ઊંચાઈઓને આંબી શકો.

૧૦૧ સદાબહાર વાર્તાઓઃ વર્ણવવામાં આવેલા કિસ્સા વાચકોને મહાપુરુષો જેવા કે, ક્રાઈસ્ટ, બુદ્ધ, હેલેન કેલર, વૈજ્ઞાનિકો જેવાં કે થૉમસ એડિસન, ગેલેલિયો, દાર્શનિકો જેવાં કે સૉક્રેટિસ, રામકૃષ્ણ પરમહંસ, મુલ્લા નસીરુદ્દીન, સામાન્ય માણસો, સંન્યાસીઓ અને પશુઓની રોમાંચક દુનિયાની સફરે લઈ જાય છે, જેને વાંચીને તેને મજા આવશે. બલ્કે તેનાથી તેમના જીવનમાં આવશ્યક સકારાત્મક પરિવર્તન પણ આવશે. પુસ્તકની સરળત્તમ ભાષા પણ દરેક ઉંમરના લોકો 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit