ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે જંગ

બર્મીંગહામ તા. ૧રઃ ઈંગ્લેન્ડ ની ધરતી પર રમાઈ રહેલા  વર્લ્ડકપના બીજા સેમિફાઈનલમાં યજમાન ઈંગ્લેન્ડે મજબૂત દાવેવાર ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને આઠ વિકેટે કારમો પરાજય આપીને વટભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

આ વખતના વર્લ્ડકપમાં ફાઈનલમાં પહોંચનારી બન્ને ટીમમાંથી કોઈ ટીમ હજી સુધી વર્લ્ડકપમાં ચેમ્પિયન થઈ નથી. તેથી આ વખતે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વખત વર્લ્ડકપ ચેમ્પિયનનો તાજ પહેરવા માટે ફાઈનલ જંગ ખેલાશે.

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો, પણ ધબડકા સાથે તેની શરૃઆત થઈ હતી. ફીન્ચ, વોર્નર સસ્તામાં આઉટ થયા હતાં. વિકેટકિપર કેરી અને સ્મીથે સંભાળપૂર્વક રમત રમીને રકાસ ખાળ્યો હતો. સ્મીથે શાનદાર ૮પ રન કર્યા હતાં જ્યારે કેરીએ ૪૭ રન કર્યા હતાં. તે સિવાય કોઈ બેટ્સમેન કાંઈ ઉકાળી શક્યા નહતા અને ઓસ્ટ્રેલિયાનો દાવ રર૩ રનમાં જ સમેટાઈ ગયો હતો.

જેના જવાબમાં ઈંગ્લેન્ડના બેરસ્ટો અને જેસન રોયે ચારે તરફ ફટકાબાજી કરી પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧ર૪ રન કર્યા હતાં અને ઈંગ્લેન્ડના વિજય માટે મજબૂત પાયો નાંખી દીધો હતો. રોયે ૮પ, બેરસ્ટોએ ૩૪ રન કર્યા હતાં. ત્યારપછી રૃટે ૪૯ અને મોર્ગને ૪પ રન કરીને ઈંગ્લેન્ડે માત્ર ૩ર.૧ ઓવરમાં વિજયનો લક્ષ્યાંક મેળવી લીધો હતો અને આઠ વિકેટે વિજય મેળવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. રવિવારે લંડનમાં લોર્ડઝના ઐતિહાસિક મેદાન પર ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાશે જે અંગે ક્રિકેટ રસિયાઓમાં જબરો રોમાંચ જોવા મળે છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription