અયોધ્યા કેસના ચૂકાદાને લઈને ગુજરાતમાં સુરક્ષા સઘનઃ એલર્ટ

અમદાવાદ તા. ૯ઃ અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યા પછી ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો છે, ત્યારે દેશના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યા ચૂકાદાને લઈ ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ્ કરાઈ છે. ગુજરાતના તમામ પોલીસ કર્મીઓની રજા કેન્સલ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ આર્મી અને બીજા સુરક્ષા દળોની પણ મદદ લેવામાં આવી છે. અયોધ્યાના જમીન વિવાદના ચૂકાદાને લઈને તંત્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના તમામ શહેરોમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ તંત્રે સુરક્ષાને લઈને મહત્ત્વના આદેશ આપ્યા છે. એસઆરપી અને આરપીએફની ટૂકડીઓ પણ તૈનાત કરવામાં આવી રહી છે. વાહન ચેકીંગ અને સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત રહેશે. અનિચ્છનિય ઘટના ના બને તેને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

રાજ્યના તમામ સંવેહદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત રહેશે. અનિચ્છનિય ઘટના ન બને તેને લને ચૂસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit