જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ફેસબુક પર ઓનલાઈન ગાળો ભાંડનાર આરોપીની જાહેરમાં સરભરા

જામનગર તા.૧૨ ઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સહિતના વ્યક્તિઓને છરી મારી દેવી જોઈએ તેવી તથા અભદ્ર ભાષામાં ફેસબુક પર ઓનલાઈન કોલીંગ કરી જ્ઞાતિમાં ધિક્કાર જન્મે તેવા કૃત્ય આચરનાર એક શખ્સને પોલીસે પકડી જાહેરમાં સરભરા કરી હતી. જ્યારે બીજાની શોધ ચાલુ રાખી છે.

જામનગરના કૃષ્ણનગરમાં રહેતા નરભેરામભાઈ અમરશીભાઈ મોરડિયાએ સોમવારે જામનગરના લાલપુર બાયપાસ પાસે આસોપાલવ સોસાયટીમાં રહેતા જીતુ નિલેશભાઈ હરસોંડા તથા ધ્રોલના રેનીશ પટેલ નામના બે શખ્સો સામે ફેસબુક પર ઓનલાઈન વીડિયો કોલીંગ કરી પટેલ જ્ઞાતિમાં અંદરોઅંદર ધિક્કાર ફેલાઈ તે પ્રકારની ગાળો ભાંડી અભદ્ર ટિપ્પણી કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી તપાસ દરમ્યાન ગઈકાલે સાંજે આરોપીઓ પૈકીના જામનગરનો જીતુ હરસોંડા પોલીસની ગિરફતમાં આવી જતાં આ આરોપીની ધરપકડ કરી પોલીસે તેની સરાજાહેર પૂછપરછ કરી હતી. આ ગુન્હામાં બીજા આરોપી રેનીશને પણ કાયદાના સકંજામાં લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. આ પ્રકારનું કૃત્ય કરનાર આરોપીની જાહેરમાં સરભરા કરવામાં આવતા લોકો કુતૂહલવશ ટોળે વળ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00