પં. આદિત્યરામજી સંગીત ઘરાનાના સંગીતજ્ઞ પં. મનુભાઈ બારડ શાસ્ત્રીય સંગીત સમારોહ

જામનગર તા. ૧૩ઃ છોટી કાશી જામનગરના આંગણે સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા પુરષોત્તમજી કીર્તન મંડળ, જામનગરના સંયુક્ત ઉપક્રમે અને પં. મનુભાઈ બારડ સન્માન સમિતિ આયોજીત પં. મનુભાઈ બારડ શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન તા. ૧૪.૭.ર૦૧૯ ને રવિવારની સાંજે ૮ કલાકે શ્રી નવતનપુરીધામ, ખીજડા મંદિર ઓડિટોરિયમ (એ.સી.), ખંભાળિયા ગેઈટ જામનગરમાં કરવામાં આવ્યું છે.

જામનગરનું ગૌરવ અને સમગ્ર ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતની ધરોહર એવા પં. આદિત્યરામજીની ર૦૧ મી જન્મ જયંતી વર્ષની ઉજવણીના ભાગરૃપે યોજાનાર શાસ્ત્રીય સંગીત સમારોહમાં રાષ્ટ્રીય કક્ષાના ગુજરાત ગૌરવ પુરસ્કૃત કલાકાર પં. અરૃણકાંત સેવક, ચંદ્રમેન સેવક, ડો. જય સેવક, મિહિર સેવક અને સંદિપ વ્યાસ (ગરમોનિયમ) તથા વિશાલ ગોરી તથા માધવ પુરોહિત (તબલા) ની સંગત સાથે સાથે પં. આદિત્યરામજી ઘરાનાના ગાયકો રૃપેશ ચૌહાણ, ડો. કુમાર પંડ્યા, મેહુલ બારડ તથા પ્રદિપ પાલનપુરા શાસ્ત્રીય સંગીતનું રસપાન કરાવશે.

આ પ્રસંગે શાસ્ત્રીય સંગીત સમારોહના માનવંતા અતિથિ વિશેષ તરીકે સર્વશ્રી પૂનમબેન માડમ (સાંસદ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) મંત્રી, ગુજરાત રાજ્ય, હસમુખભાઈ જેઠવા (મેયર), મનિષભાઈ કનખરા (કોર્પોરેટર), જયંતિભાઈ કનખરા (સિનિયર એડવોકેટ અને પૂર્વ ડે. મેયર), નલિનભાઈ ત્રિવેદી (મ્યુઝિક ડાયરેક્ટર), ચેતનભાઈ શાસ્ત્રી (પ્રસિદ્ધ સિતારવાદક) વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.

શાસ્ત્રીય સંગીતના આ કાર્યક્રમને માણવા શ્રી પુરુષોત્તમજી કીર્તન મંડળના શ્રી આર.એમ. ચાંદ્રા (એડવોકેટ) તથા મેહુલ બારડ અનુરોધ કર્યાે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit