ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે, છતાં સરકાર નિષ્ક્રિય

જાનમગર તા. ૧રઃ રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના કિસ્સા વધરી રહ્યા છે, ત્યારે સરકારની નિષ્ક્રિયતા સામે સવાલો ઊઠી રહ્યા છે. વિપક્ષો આ મુદ્દો ઊઠાવે તેવી માંગણી ઊઠી રહી છે.

ગુજરાતના લગભગ તમામ નાના-મોટા શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં બે એવી સળગતી સમસ્યાઓ છે, જેના પ્રત્યે રાજ્ય  સરકાર આંખ આડા કાન કરતી જ આવી છે. હાર્દિક પટેલના ઘરે ઘેરો ઘાલીને રાજ્ય સરકારના ઈશારે લોકતંત્રને કચડી રહેલું તંત્ર પણ આ સમસ્યાઓ નિવારવા અંગે ગલ્લા-તલ્લા કરતું રહ્યું છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાંથી વ્યાજખોરોના ત્રાસને લઈને આત્મહત્યાઓના અહેવાલો હવે રોજીંદા બની ગયા છે. વ્યાજખોરો વ્યાજે આપેલી રકમ કરતા પણ વધુ વ્યાજ વસૂલ્યા પછી પણ ઉઘરાણી ચાલુ રાખીને વ્યાજે નાણા લેનારની મિલકતો લખાવી લેતા હોવાના કિસ્સા પણ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.

આ અંગે પોલીસ ફરિયાદ થયા પછી જ આગળની કાર્યવાહી થાય છે, અને કેટલાક જિલ્લાઓમાં પોલીસતંત્રો ફરિયાદીને સહયોગ નહીં આપતા હોવાની અને કેટલીક વખત તો ફરિયાદીને ધમકાવવાની કથિત ઘટનાઓ બનતી હોવાનું કહેવાય છે, પરંતુ આની ફરિયાદ ક્યાં કરવી? બહેરી-મૂંગી અને સંવેદના વગરની સરકારમાં હવે લોકોને બહુ ભરોસો રહ્યો નથી અને જ્યારે પોલીસતંત્રોનો સહકાર ન મળે, ત્યારે તેને આત્મહત્યાનો અંતિમ, પરંતુ અનિચ્છનિય વિચાર આવતો હશે...

કેટલાક સ્થળે પોલીસ દ્વારા વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપે તેવી કાર્યવાહી પણ થતી હોય છે, પરંતુ અપવાદરૃપ પોલીસ અધિકારીઓ કે પોલીસ મથકોને બાદ કરતા મોટાભાગે વ્યાજખોરોથી ત્રાસેલા લોકોને પોલીસતંત્ર કે નેતાઓનો સહયોગ મળતો નહીં હોય, તેથી જ વ્યાજખોરો અને વ્યાજખોરી ગુજરાતમાં બેફામ બની રહ્યા છે.

વ્યાજખોરોને નાથવા જો વર્તમાન કાયદાઓ ટૂંકા પડતા હોય, તો સરકારે તેના માટે કડક કાયદાઓ ઘડવા જોઈએ, અને વ્યાજખોરોની વધતી જતી દાદાગીરી અને સમાજમાં વ્યાપી  રહેલો તેનો ખોફ નાબૂદ કરવા માટે કોઈ પોલિસી ઘડવી જોઈએ. આ પ્રક્રિયામાં વિપક્ષો અને એનજીઓ-સમાજોનો સહયોગ લઈને વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણા લેતા ભોળાભલા લોકોને અટકાવવાના કાર્યક્રમો પણ ઘડી શકાય, અને બીમારી, સંતાનોના  લગ્ન કે અભ્યાસ, કૃષિ-ઉદ્યોગ કે ધંધામાં નિષ્ફળતા કે તેવી કોઈ કારણે નાની-મોટી રકમની જરૃર પડ્યે ઉછીના કે ટૂંકી મુદ્તના ધિરાણ તરીકે વગર વ્યાજે મળી રહે, તેવી કોઈ વ્યવસ્થા પણ વિચારવી જોઈએ. લોકોમાં એવી માંગ પણ ઊઠી રહી છે કે વિપક્ષોએ પણ આ મુદ્દો વિધાનસભામાં ઊઠાવવો જોઈએ, અને જરૃર પડ્યે આંદોલન કરવું જોઈએ.

કેટલાક કિસ્સાઓમાં વગદારો, તંત્રના અધિકારીઓ કે મર્યાદિત વિસ્તારોના દાદાઓના સગા-સંબંધીઓ વ્યાજખોર હોય કે કેટલીક વખત તંત્રોના અધિકારી-કર્મચારી પોતે વ્યાજવટાવનો ગેરકાનૂની ધંધો કરતા હોવાની વાતો સંભળાતી હોય છે, અને તેના ત્રાસ સામે ફરિયાદ કરવાની હિંમત (અથવા મૂર્ખાઈ) પણ લોકો કરતા હોતા નથી, આને સુશાસન કહેવાય કે (દ્રૌપદીના ચીરહરણ  કરનારા રાક્ષસ જેવું દુઃશાસન કહેવાય? તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.

વ્યાજખોરોને નાથવા રાજકીય ઈચ્છાશક્તિ હોય તો રૃપાણી સરકાર તત્કાળ કોઈ સર્ગગ્રાહી નીતિ જાહેર કરે તે જરૃરી છે. ક્યાંક એવું તો નથી ને કે (નારાજ) રાજ્ય ગૃહમંત્રી પાસે મુખ્યમંત્રીનું કાંઈ ઉપજતું જ નથી? તેવી આશંકા નાબૂદ કરવા રાજ્યસરકારે ગૃહવિભાગ હેઠળ વ્યાજખોરોને કાનૂનનો ડર લાગે તેવી ચોક્કસ પોલિસી બનાવવી જોઈએ, અથવા વ્યાજખોરીને ઉત્તેજન આપતા પરિબળો અને વ્યાજખોરોનો ભોગ બનતા લોકોની મજબૂરીઓનો અભ્યાસ કરીને તેના નિવારણ તથા જનજાગૃતિ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સહિત અન્ય વિભાગોને સાંકળીને આ તમામ પ્રકારની બાબતો માટે સર્વગ્રાહી પોલિસી બનાવવી જોઈએ. આ ઉપરાંત તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે, અને આ રખડતા ઢોરના માલિકો સામે પગલાં લેવા એ તો અદાલતો પણ આદેશો આપવા લાગી છે, તેમ છતાં રાજ્ય સરકાર એ દિશામાં કાંઈ જ કરતી નથી અને માત્ર વાતોના વડાં થાય છે. શું વ્યાજખોરો અને રખડુ ઢોરના માલિકો ભાજપના સમર્થકો છે? શું વોટબેંકની ચિંતાથી નેતાઓ મૌન છે? શું વ્યાજખોરોના ત્રાસથી થતા મૃત્યુ અંગે પણ સરકાર સંવેદનહીન છે? તેવા પ્રશ્નો વ્યાપક બની રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00