નગરમાંથી તીનપત્તી રમતા ત્રણ ઝબ્બે

જામનગર તા. ૯ઃ જામનગરના દિગ્વિજય પ્લોટમાંથી પોલીસે ત્રણ શખ્સોને તીનપત્તી રમતા પકડી પાડ્યા છે જ્યારે ખંભાળીયામાંથી વર્લીપ્રેમી ઝડપાયો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૯માં આવેલી માંડવરાયજી પ્રોવિઝનવાળી શેરીમાં ગઈકાલે સાંજે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રવિણભાઈ સવજીભાઈ ચૌહાણ, શિવાભાઈ ચનાભાઈ પરમાર અને સાદુરભાઈ જેરામભાઈ પરમાર નામના ત્રણ શખ્સો મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૭૫૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળીયાના શીરૃ તળાવ નજીકના શક્તિનગરમાં ગઈકાલે સાંજે પોલીસે જાહેરમાં ઊભા રહી વર્લીના આંકડા લેતા બંસીભાઈ બહાદુરભાઈ પરમાર નામના શખ્સને પકડી લઈ વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તેમજ રોકડ રકમ કબજે કર્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription