ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

જાહેરમાં ગંજીપાના કૂટતા છ ઝડપાયાઃ એકીબેકીનો જુગાર રમતા બે પકડાયા

જામનગર તા.૧૦ ઃ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના છેવાડેથી પોલીસે છ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડયા છે. જ્યારે પ્લોટ વિસ્તારમાંથી બે એકીબેકીનો જુગાર રમતા ઝડપાયા છે.

જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના છેવાડે ગઈકાલે બપોરે કેટલાક શખ્સો એકઠા થઈ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો. આ વેળાએ ત્યાંથી ઘનશ્યામ કરશનભાઈ ઉર્ફે ઘનો કોળી, બિપીન ધનજીભાઈ ગોહિલ, નારૃભાઈ ગગુભાઈ કારિયા, બશીર ઉમરભાઈ સંઘાર, દેવાણંદ ડોસાભાઈ હાજાણી તથા ભરત કરશનભાઈ કોળી નામના છ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૩૬૦૦ રોકડા કબજે કરી પોલીસે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮ પાસેથી ગઈકાલે બપોરે સિટી-એ ડિવિઝનના સ્ટાફે વસંતરામ લધારામ ભદ્રા તથા રાજેશ રમેશભાઈ હરવરા નામના બે શખ્સોને જાહેરમાં ચલણી નોટોના નંબર પર એકીબેકીનો જુગાર રમતા પકડી પાડયા છે. આ શખ્સોના કબજામાંથી રૃા.૨૧ર૦૦ રોકડા ઝબ્બે લેવામાં આવ્યા છે અને જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00