જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ સામે શરૃ થયું આમરણાંત ઉપવાસ આંદોલનઃ ઘેરા પડઘા

ખંભાળિયા તા. ૭ઃ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તબીબો તથા સરકારી ખાલી પડેલી જગ્યાઓ સત્વરે ભરવાની માંગણી સાથે આમરણાંત ઉપવાસ અને તેના ટેકામાં પ્રતીક ઉપવાસ આંદોલન શરૃ થયું છે.

ખંભાળિયાની કરોડો રૃપિયાના ખર્ચે બનેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં ઓર્થો સર્જન, બાળ સર્જન અને એમ.બી.બી.એસ. સહિત ઢગલાબંધ ડોક્ટરોની તથા સ્ટાફની જગ્યાઓ ખાલી હોવા છતાં અને શહેર તાલુકા તથા જિલ્લામાં વ્યાપક રોગચાળો હોવા છતાં આરોગ્ય વિભાગ ઊંઘમાં હોય, તંત્રને જગાડવા માટે ખંભાળિયા હોસ્પિટલ સામે પ્રતીક તથા આમરણાંત ઉપવાસ આંદોલન ગઈકાલે બપોરથી શરૃ કરવામાં આવતા તેના ઘેરા પડઘા પડ્યા છે.

આ આંદોલન અચોક્કસ મુદ્તનું શરૃ કરવામાં આવેલ છે. જેમાં એન.જી.ઓ.ના સામાજિક કાર્યકર મહંમદ હુસેન ભગાડ, રામભાઈ નાથાભાઈ મેર, આશાભાઈ અજુભાઈ રૃડાચ તથા કિરણબેન સરપદડિયા દ્વારા આમરણાંત ઉપવાસ પાણી વિના શરૃ કર્યો છે જ્યારે દેસુર ગગુ ધમા, ભરત હરદાસ અસવાર, વિજયભાઈ કટારિયા, આસપાર ગઢવી, ગૌતમ ઘાવડા, હરિશભાઈ ગઢવી વિગેરે પ્રતીક ઉપવાસમાં ઉતર્યા હતાં.

ઉપવાસ આંદોલનના અગ્રણી મહંમદ હુસેન ભગાડે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે દર્દીઓ આવડી મોટી કરોડોની હોસ્પિટલ જોઈ દવા સારવાર માટે આવે અને અહીં તબીબો જ ના હોય તો શું થાય? અહીં રોજના ૧૦૦ ની ઓ.પી.ડી. છતાં પણ ડો. જગ્યાઓ એમ.બી.બી.એસ. મેડિકલ ઓફિસર ની જગ્યાઓ ખાલી છે તથા અગાઉ પણ તેમણે ઉપવાસ આંદોલન કર્યું હતું, છતાં પણ ખાતરી આપીને નિમણૂક ના કરાતા હવે ઉગ્ર રીતે આમણાંત ઉપવાસ આંદોલન શરૃ કરાયું છે. જો તબીબોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.

હાલ વર્ષોથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં જગ્યાઓ ખાલી હોય, લોકોને ફરજિયાત ખાનગી હોસ્પિટલ અથવા જામનગર જવું પડે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit