ભારે વરસાદ અને ૫ુરના કારણે તબાહી સર્જાયાના એક જ મહિનામાં કુદરતનો બીજા પ્રકોપઃ જાપાનમાં ગરમીનું પ્રચંડ મોજુંઃ ૩૦નાં મૃત્યુઃ ૧ર૦૦૦ને હીટ સ્ટ્રોક / ચીને શ્રીલંકાને કોઈ પણ યોજનામાં પૈસા ખર્ચવા માટે ર૯.પ કરોડ ડોલરની લોન ઓફર કરી / યુએસને ફરી ધમકી ન આપતાઃ નહીં તો પરિણામ ભોગવવા પડશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી /

કર્ણાટકની ચૂંટણીનો અધધધ... ૧૦,પ૦૦ કરોડનો ખર્ચઃ ગત્ ચૂંટણીથી ડબલ

બેંગ્લોર તા. ૧૬ઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ રૃપિયા ૧૦,પ૦૦ જેટલો થયો હોવાનું તારણ સર્વેક્ષણ સેન્ટર ફોર સ્ટડીઝે કાઢ્યું છે. ગત્ વિધાનસભા કરતા આ ખર્ચ ડબલ છે.

તાજેતરમાં જ પૂર્ણ થયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા ખર્ચના કિસ્સામાં દેશની સૌથી મોંઘી ચૂંટણી ગણવામાં આવે છે. આ સર્વેક્ષણ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝે કર્યું છે. આ સેન્ટર પોતાની વેબસાઈટ ઉપર એક બિનસરકારી સંગઠન અને થિંક ટેક ગણાવે છે.

આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં કર્ણાટક ચૂંટણીને ખર્ચાળ બતાવ્યું છે. સીએમએસ પ્રમાણે અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારો દ્વારા કર્ણાટક ચૂંટણીમાં રૃા. ૯,પ૦૦ થી રૃા. ૧૦,૦૦૦ કરોડ વચ્ચે ખર્ચો કરવામાં આવ્યો છે. આ ખર્ચ રાજ્યમાં આયોજીત પાછલી વિધાનસભા ચૂંટણીના બે ગણો છે. આ સર્વેક્ષણમાં જણાવ્યા પ્રમાણે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ દેશમાં વિધાનસભા ચૂંટણીમાં ખર્ચના મામલામાં સૌથી આગળ છે. સીએમએસના એન ભાસ્કર રાવના જણાવ્યા પ્રમાણે આવી જ રીતે ખર્ચ થતો રહેશે તો ર૦૧૯ ના લોકસભા ચૂંટણીમાં રૃપિયા પ૦,૦૦૦ થી રૃપિયા ૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે.

ગત્ લોકસભા ચૂંટણીમાં રૃપિયા ૩૦,૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. કર્ણાટક રાજ્યમાં ૧ર મે ના દિવસ મતદાન યોજાયું હતું. ચૂંટણીની મતગણતરી આજે થઈ હતી. સર્વેક્ષણમાં જાણવા મળ્યા પ્રમાણે કુલ ખર્ચમાં ઉમેદવારોના વ્યક્તિગત ખર્ચ ૭પ ટકા વધી ગયો છે. સંગઠને એક નિવેદનમાં કહ્યું હતું કે, આવામાં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોનો ખર્ચ પપ થી ૬૦ ટકા વધવાની શક્યતા છે જ્યારે રાજકીય પાર્ટીઓનો ખર્ચ ર૯ થી ૩૦ ટકા વધવાની સંભાવના છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00