તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

કોંગ્રેસે જેડીએસને સમર્થન આપીને બાજી પલટી તેમાં માયાવતીનું દિમાગ કારણભૂત

નવી દિલ્હી તા. ૧૬ઃ કર્ણાટકમાં ભાજપ બહુમતિથી થોડુ દૂર રહી જતા તેને સત્તામાં આવતા અટકાવવા કોંગ્રેસે જેડીએસને સમર્થન આપ્યું તેની પાછળ માયાવતીનું દિમાગ કામ કરી ગયું હોવાનું કહેવાય છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોઈપણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ ન મળતા એકલા હાથે સરકાર બનાવવી મુશ્કેલ છે. ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે તે ચિત્ર સ્પષ્ટ હતું, પરંતુુ અણીના સમયે જ કોંગ્રેસે બાજી પલટી નાખી. આ સ્થિતિ ઊભી કરવામાં બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રિમો માયાવતીનું દિમાગ કામ કરી ગયું હોવાનું સૂત્રો જણાવે છે.

માયાવતીએ કિંગમેકરની ભૂમિકા નિભાવતા કોંગ્રેસના વરિષ્ઠ અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને ફોન કર્યો હતો. તેવી જ રીતે માયાવતીએ જેડીએસ પ્રમુખ એચડી દેવગૌડાને પણ ફોન કર્યો હતો. માયાવતીએ સોનિયા ગાંધી અને દેવગૌડાને એકસાથે આવા અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાની સલાહ આપી હતી જેથી કરીને ભાજપને સત્તાથી દૂર રાખી શકાય. માયાવતીએ પોતાના સહયોગી અને પાર્ટીના રાજ્યસભાના સાંસદ અશોક સિદ્ધાર્થને કર્ણાટકના પરિણામ પછી કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને મળવા કહ્યું હતું.

આઝાદ કર્ણાટકના ઈન્ચાર્જ છે જ્યારે આઝાદે સોનિયા ગાંધી સાથે વાતચીત કરી સંભવિત ગઠબંધન વિષે ચર્ચા કરી ત્યાં સુધીમાં માયાવતીએ જેડીએસ પ્રમુખ દેવગૌડાને ફોન કર્યો અને તેમણે ગઠબંધન કરવા માટે મનાવ્યા. ત્યારપછી માયાવતીએ સોનિયા ગાંધી સાથે વાત કરી અને જેડીએસને બહારથી સમર્થન આપવાની સલાહ આપી જેના પર સોનિયા ગાંધી માની ગયા.

બીએસપીએ કર્ણાટકમાં જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું અને ર૦ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન માયાવતીએ પોતે જેડીએસના નેતાઓ સાથે મળીને રેલીઓ સંબોધી હતી, જો કે ર૦૧૩ ની સરખામણીએ બીએસપીનો વોટ શેર ૧.૧૬ ટકાથી ઘટીને ૦.૩ ટકા રહી ગયો તેમ છતાં તે રાજ્યમાં પહેલીવાર એક બેઠક જીતવામાં સફળ રહી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00