ખંભાળીયાઃ ખાનગી કં૫નીઓના કથળેલા મોબાઈલ નેટવર્ક અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત

ખંભાળીયા તા. ૧૧ઃ ખંભાળીયામાં અનેક સ્થળે આઈડીયા તથા વોડાફોન કંપનીના નેટવર્ક તથા નેટ કનેક્ટીવીટી નહીં મળતી હોય આ અંગે ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા કંપનીઓને તથા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદો કરવામાં આવી છે.

શહેરમાં રામનાથ સોસાયટી, જિલ્લા કલેક્ટર ભવન સહિતના વિસ્તારો, હર્ષદપુર, શક્તિનગર વગેરે સ્થળ આઈડીયા તથા વોડાફોનના કનેકશનો ચાલતા નથી, ટાવર ન મળવો, વાત કપાઈ જવી 'ફોરજી' રીચાર્જ હોવા છતાં ફોરજી ન મળવું, વારંવાર ફોન લાઈનો કપાઈ જવી જેવા પ્રશ્નો થતા હોય આ બાબતે જામનગર તથા અમદાવાદના અધિકારીઓને ફરિયાદો કરવામાં આવી છે.

નિયમ મુજબની રકમના રીચાર્જ કર્યા પછી પણ જો વારંવાર વાત કપાઈ જવી, નેટ કનેક્ટીવીટી ન મળવી જેવા પ્રશ્નો ઉભા થતા હોય આ અંગે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદો કરવામાં આવી છે.

close
Nobat Subscription