શ્રીલંકામાં હુમલાના ષડયંત્ર પછી આઈએસની નજર પડી ભારત પરઃ મંદિરો તથા ચર્ચ પર રચાતું હતું હુમલાનું ષડયંત્રઃ એનઆઈએએ શ્રીલંકા પાસેથી મળેલા ઈનપુર પછી ૧ર જુને કોઈમ્બતુરથી આઈએસના ચાર સંદિગ્ધોની કરઈ ધરપકડ / યુએસઃ ભારતીયોને એચ-૧ બી વીઝાની લિમીટ ૧પ ટકા સુધી થવાની સંભાવનાઃ અત્યારે ૭૦ ટકા સુધીનો ફાયદો / રાજ્યના ૪૭ તાલુકાઓમાં સામાન્ય વરસાદઃ ર૪ તારીખે દક્ષીણ ભારતમાં વરસાદની આગહી /

માયાનગરી મુંબઈમાં વરસાદનો વિરામઃ થાળે પડી રહેલું જનજીવનઃ હજુ વરસાદની આગાહી

મુંબઈ તા.૧૧ ઃ દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પડેલા અતિ ભારે વરસાદના કારણે છેલ્લા અઠવાડિયાથી જનજીવનને વિપરીત અસર થઈ રહી છે. જો કે, ગઈકાલે રાત્રિથી વરસાદે વિરામ લેતા મુંબઈગરાઓએ રાહતનો દમ લીધો છે. વરસાદ બંધ થતા ધીમે ધીમે મુંબઈ ફરીથી ધબકવા લાગ્યું છે અને જનજીવન થાળે પડી રહ્યુું છે. જો કે હવામાન વિભાગે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી કરી છે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને પરિણામે રોગચાળો ફેલાવાની દહેશત પ્રવર્તે છે.

મુંબઈમાં વરસાદની સૌથી વિપરીત અસર ટ્રેન વ્યવહાર પર થઈ છે. લોકલ ટ્રેનો રોજ લાંબા અંતરથી ટ્રેનોના ટાઈમ ટેબલ વેર-વિખેર થઈ ગયા છે. અનેક લોકો જુદી જુદી જગ્યાએ અટવાઈ ગયા છે. મુંબઈની ઓફિસોમાં કર્મચારીઓની પાંખી હાજરી રહેવા પામી હતી તેમાં ડબ્બાવાળાઓએ પણ ફરજિયાત રજા પાળતા લોકોને ટિફિન પહોંચી શક્યા ન હતા.

મુંબઈમાં હજી કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા બચાવ કામગીરીમાં પણ અડચણો આવી રહી છે.

રેલવે ટ્રેકો પર પાણી ફરી વળેલા હોવાથી કેટલાક રેલવે ટ્રેકો પર ટ્રેનોને રોકી દેવાઈ છે ત્યારે અન્ય ટ્રેનો પણ સાવચેતી સાથે ધીમી ગતિએ દોડાવવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવે દ્વારા દાદર, માટુંગા, ગોરેગાંવ અને અન્ય સ્ટેશનો તેમજ ટ્રેક પરથી પાણી દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. નાલા સોપારાના રેલવે ટ્રેક પર ખૂબજ પાણી ભરાઈ જવાના કારણે આ ટ્રેક પર ટ્રેનોને રોકી દેવામાં આવી છે.

મુંબઈના માર્ગાે પર ભારે વરસાદના કારણે મોટા મોટા ગામડા પડી ગયા છે ભરાયેલા પાણી તથા ખાડાઓના કારણે માર્ગ વાહન વ્યવહાર પણ બુરી રીતે પ્રભાવિત થયો છે.

મુંબઈમાં જુલાઈ મહિનામાં રેકર્ડબ્રેક વરસાદ પડવા સાથે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તથા અન્ય માર્ગાે પર પણ વાહનો અને લોકો અટવાયા હતા. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી હજુ પણ અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription