કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

એક સગાઈ ફોક થયા પછી અન્યત્ર સગપણ ન થતાં યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવ્યું

જામનગર તા.૧૪ ઃ જામનગરના જૂના કુંભારવાડામાં એક ખવાસ યુવાને ઓપરેશન પછી થતા દુઃખાવાથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે આરંભડાના એક યુવાનની સગાઈ તૂટયા પછી અન્યત્ર સગપણ થતું ન હોય આ યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી ફાની દુનિયાનો ત્યાગ કર્યાે છે. ઉપરાંત ભાટિયામાં અકળ કારણસર યુવાને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે.

જામનગરના નાગનાથ નાકા વિસ્તારમાં આવેલા જૂના કુંભારવાડામાં વસવાટ કરતા બાબાલાલ બચુભાઈ મકવાણા નામના છેતાલીસ વર્ષના ખવાસ યુવાને ગઈકાલે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા વિજયભાઈ મકવાણાએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. આ યુવાનની સારવાર ચાલુ કરવામાં આવી હતી તેમ છતાં તેઓનું પ્રાણપંખેરૃં ઉડી ગયું હતું. આ બનાવની પોલીસને જાણ કરાતા વિજયભાઈનું નિવેદન નોંધવામાં આવ્યું છે જેમાં તેઓએ જણાવ્યા મુજબ મૃતકે થોડા વર્ષ પહેલા કાકડાનું તથા પથરીનું ઓપરેશન કરાવ્યું હતું તેમ છતાં સતત દુઃખાવો રહેતો હોય, કંટાળી ગયેલા બાબાલાલે આ પગલું ભર્યું છે.

ઓખામંડળના આરંભડામાં રહેતા જીજ્ઞેશભાઈ કાનજીભાઈ મોયડા નામના છવ્વીસ વર્ષના સંઘાર યુવાનની તેમની જ્ઞાતિના રિવાજ મુજબ સાડા ત્રણેક વર્ષ પહેલા મામાની પુત્રી સાથે સગાઈ થઈ હતી તે પછી આઠેક મહિના વિત્યે સગાઈ તોડી નાખવામાં આવી હતી. સગાઈ તૂટી જતાં જીજ્ઞેશભાઈની અન્યત્ર સગાઈ થતી ન હોય છેલ્લા બે-ત્રણ મહિનાથી ગુમસુમ રહેતા આ યુવાને ગઈરાત્રે આત્મહત્યાનો કઠોર નિર્ણય કરી ઘરેથી નીકળ્યા પછી એકાદ વાગ્યે આરંભડાની સીમમાં આવેલા ૩૦૭ નંબરના રેલવે ફાટક પાસે પહોંચી ત્યાંથી ધમધમાટ પસાર થયેલી ટ્રેન હેઠળ ઝંપલાવી જીજ્ઞેશભાઈએ આત્મહત્યા વ્હોરી લીધી હતી.

આ બાબતની તેઓના પરિવારને જાણ કરાતા દોડી આવેલા પિતા કાનજીભાઈ કલ્યાણજીભાઈ સંઘારે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. જમાદાર જી.એ. ગોજિયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા ઉમેદભાઈ વિરાભાઈ મકવાણા નામના બાવીસ વર્ષિય વણકર યુવાને ગઈકાલે સાંજે કોઈ અકળ કારણસર છતમાં રહેલા હુંકમાં સાડી વડે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે વાલાભાઈ આલાભાઈ મકવાણાનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription