તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ઉત્તરાખંડમાં ભારે વરસાદે સર્જી તારાજીઃ અનેક પૂલ ધોવાયાઃ નવ વ્યક્તિના મૃત્યુ

દહેરાદુન તા. ૧૧ઃ ઉત્તરાખંડમાં મેઘરાજાની મહેર પછી કહેર વરસાવ્યો છે.  ભારે વરસાદે તારાજી સર્જી છે, તો અતિવૃષ્ટિ તથા પૂરના કારણે નવ લોકોના જીવ ગયા છે.

ઉત્તરાખંડમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા પૂરપ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. વિવિધ ઘટનાઓમાં ૯ લોકોના મોત થયા છે. શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. નદીઓ બેકાંઠે  વહી રહી છે અને અનેક પુલો ધોવાઈ ગયા છે.

હજી ૩ દિવસ ભારે વરસાદની આગાહી છે. દેહરાદુનના સીમાદ્વાર વિસ્તારમાં ધસી પડવાથી ૪ લોકોના મોત થયા છે જ્યારે બીજા ૩ લોકોના મોત તણાઈ જવાને કારણે થયા છે.  દક્ષિણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં બે-ત્રણ દિવસથી ભારે વાસદ પડતા અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. ચમોલી, પાવરી અને રૃદ્રપ્રયાગ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. રાજ્યની અનેક નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાજ્યમાં ર૦૧૩ જેવા પૂરની આશંકા વ્યક્ત થઈ રહી છે. ભેખડો ધસી પડતા અને બ્રીજ તૂટી પડતા ૧ લાખથી વધુ યાત્રિકો ફસાયા છે.  હવાઈ દળ, નૌકાદળ અને આર્મી રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00