ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૩ઃ જામનગરમાં જુના રેલવે સ્ટેશનની જગ્યામાં વર્ષોથી દબાણ થયેલું છે. એ જ રીતે સૌરાષ્ટ્ર તેમજ રાજ્યભરમાં રેલવેની મિલકતો ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાના ઉદાહરણો છે. જમીનો પર થતાં દબાણોને હિન્દુ સેનાએ 'લેન્ડ જેહાદ' ગણાવી દબાણ વડે કોમવાદી પ્રવૃત્તિ થતી હોવાનો મુદ્દો ઊઠાવ્યો છે. જે મુદ્દો એક્તા અને શાંતિ માટે જોખમી છે.
રાજ્યભરમાં રેલવેની જમીનોમાં થયેલ દબાણો દૂર કરવા માટે દબાણવાળી જગ્યાઓની તપાસ કરવાની તેમજ જમીનનો કબજો સરકાર હસ્તગત કરે તે માટે હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે તેમજ કરોડોની સરકારી સંપત્તિને 'લેન્ડ જેહાદ'નો ભોગ બનતા અટકાવવા માટે સરકારને સક્રિય થવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.