પેઢી સાથે છેતરપિંડીના આરોપમાં જામીન મુક્તિ

જામનગર તા. ૮ઃ જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-ર માં આવેલી પદમાવતી ઈમ્પેક્સ પ્રા.લિ. નામની પેઢીમાં ફરજ બજાવતા એકાઉન્ટન્ટ હિરેન લોડાયાએ પેઢીના ચેકમાં ફોર્જરી કરી તેને પોતાના અંગત ખાતામાં જમા કરાવી રૃપિયા ૧ કરોડ ર૬ લાખની રકમની ઉચાપત કર્યાની વર્ષ ર૦૧૧ માં ફરિયાદ કરવામાં આવી હતી. તે પછી હિરેન જામનગર છોડી ચાલ્યો ગયો હતો.

આ આરોપીની તાજેતરમાં અમદાવાદથી ધરપકડ કરાયા પછી તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. આરોપીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૃપિયા રપ હજારના જામીન અને શરતનું પાલન કરવાના બોન્ડ રજૂ કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ અશોક નંદા, અજય પટેલ, પૂનમબેન પરમાર, સંદિપ લખિયર રોકાયા છે.

close
Ank Bandh
close
PPE Kit