આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

જામજોધપુરમાં નર્મદાની પાઈપલાઈનમાંથી પાણી ચોરી અંગે ફોજદારી

જામનગર તા.૧૬ ઃ જામજોધપુરની સરકારી હોસ્પિટલ પાછળથી પસાર થતી નર્મદાની પાઈપ લાઈનમાં દસથી વધુ આસામીઓએ ભંગાણ સર્જી તેમાં અલગથી લાઈન ફીટ કરી પાણીની ચોરી કર્યાની નાયબ કાર્યપાલક ઈજનેરે ફોજદારી ફરિયાદ કરતા ચકચાર જાગી છે.

જામજોધપુરની સરકારી હોસ્પિટલ પાછળથી પસાર થતી નર્મદાની પાઈપ લાઈનમાંથી કેટલાક તત્ત્વો ભંગાણ સર્જી તેમાંથી પાણી ચોરી કરતા હોવાની ઉઠેલી બૂમ વચ્ચે શનિવારે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જે.જી. સિહોરા સહિતના સ્ટાફે ચકાસણી હાથ ધરી હતી.

તે દરમ્યાન જામજોધપુર હોસ્પિટલ પાછળથી પસાર થતી નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ કરી તેમાં પાઈપલાઈન ફીટ કરી કેટલાક ખેતરો સુધી તે લાઈનને પહોંચાડવામાં આવી હોવાનું જોવા મળતા તંત્ર ચોંક્યું હતું.

નર્મદાની પાઈપ લાઈનમાંથી પાણીની ચોરી કરવા અંગે નાયબ કાર્યપાલક ઈજનેરે ખુદ ફરિયાદી બની જામજોધપુરના રસીકભાઈ મોહનભાઈ સિણોજીયા, રવજીભાઈ મોહનભાઈ સિણોજીયા, જમનભાઈ મોહનભાઈ સિણોજીયા, દામજીભાઈ ધનજીભાઈ ખાંટ, ધનજીભાઈ ભવાનભાઈ ઘરસંડિયા, શારદાબેન કાંતિલાલ, રોહિત કાંતિલાલ તથા અન્ય સાત વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ જે.એ. ભગોરાએ આઈપીસી ૩૭૯, ૪૨૭, ૧૧૪, ૪૩૦ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00