આઈ૫ીએલ ર૦૧૯ઃ વરૃણ ધવનની બેઝ પ્રાઈઝ હતી ર૦ લાખઃ ર૦૧૯ના આઈપીએલમાં ૮.૪ કરોડની બોલાઈબોલી / જસદણ પેટા ચૂંટણી જંગઃ કુંવરજી બાવળીયા, ભરત બોધરા, અવસર નાકીયા, ભોળાભાઈ ગોહેલ મેદાનમા /

અગમ્ય કારણસર પરિણીતાની એસિડ પી આત્મહત્યા

જામનગર તા.૧૬ ઃ જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક પરિણીતાએ એસિડ પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે જામગઢકા ગામની એક યુવતીએ અકળ કારણસર ઝેરના પારખા કર્યા પછી તેણી પર કાળનો પંજો પડયો છે.

જામનગરના નવાગામ ઘેડમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં રહેતા મીનાબેન ઈશ્વરભાઈ મકવાણા  (ઉ.વ.૪૭) નામના પરિણીતાએ ગઈકાલે સવારે કોઈ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાંં આવ્યા હતા. આ પરિણીતાનું ગઈકાલે બપોરે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ઈશ્વરભાઈ ડાયાભાઈ મકવાણાનું નિવેદન નોંધી મૃતદેહને પી.એમ. માટે ખસેડયો છે.

કલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામના આંબાભાઈ લખુભાઈ ડાભી નામના સતવારા પ્રૌઢની એકવીસ વર્ષની પુત્રી જાગૃતિબેને શનિવારે સવારે અકળ કારણસર ઝેરી દવા પી લેતા તેણીને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં આ યુવતીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પીએસઆઈ ભદોરિયાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00