નેટ કનેક્ટીવીટી અવાર નવાર ખોરવાઈ જતાં લોકોને ભારે પરેશાની

ભાટિયા તા. ૧૪ઃ કલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક કલ્યાણપુરમાં બીએસએનએલની નેટ કનેક્ટીવીટી દિવસો સુધી ખોરવાયેલી રહેતાં સરકારી કચેરીઓમાં લોકોને તેમના રોજબરોજના કામમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ સરકારી કામકાજ પણ ઠપ્પ થઈ જાય છે અને પરિણામે કામો પેન્ડીંગ રહે છે.

કલ્યાણપુર તાલુકા મથક હોય અહીં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પોલીસ મથક, કોર્ટ, સરકારી દવાખાનું, કોલેજ વિગેરે હોય, તાલુકામાંથી લોકો તેમના રોજબરોજના કામ માટે કલ્યાણપુર આવે છે, પણ નેટ બંધ હોવાના કારણે વારંવાર ધક્કા ખાવા પડે છે. સમયસર કામ નહીં થવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને પરિણામે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

close
Nobat Subscription