પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને ઝેરી દવા ગટગટાવીઃ ત્રણ સામે રાવ

 

જામનગર તા.૭ ઃ જામનગરના યુવાનને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રણ શખ્સોએ ધોકાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ત્રાસથી કંટાળેલા યુવાને ઝેરી દવા પીધી છે. જ્યારે ખોટી વાતો કરવાનું કહી ચાર શખ્સોએ એક પ્રૌઢની માર માર્યાે હોવાનું પોલીસ દફતરે જાહેર થયું છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા યશવંતસિંહ ચંદ્રસિંહ ચૌહાણે થોડા મહિનાઓ પહેલા શંકરટેકરીમાં રહેતા  ધર્મેન્દ્ર અગ્રાવત નામના શખ્સ પાસેથી રૃા.૪૦ હજાર વ્યાજે લીધા હતા જેનું દર મહિને રૃા.૮ હજાર વ્યાજ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.

દર મહિને વ્યાજ ચુકવી આપતા યશવંતસિંહ ચાલુ મહિનામાં વ્યાજ આપવામાં ન પહોંચી શકતા ધર્મેન્દ્ર તથા તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ અવારનવાર પાછલા તળાવ પાસે યશવંતસિંહને રોકી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી, પરંતુ પૈસા ન હોવાના કારણે વ્યાજ ન ચુકવી શકતા ઉપરોક્ત ત્રણેય શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડતા યશવંતસિંહએ ઝેરી દવા પી લીધી છે. તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓએ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના રણજીતનગરમાં વસવાટ કરતા ઈન્દ્રજીત જેઠાલાલ ભાગચંદાણી નામના પ્રૌઢને ગઈકાલે રાત્રે દિ. પ્લોટમાં આવેલી સિંધી ભાનુશાળી જ્ઞાતિની વાડી પાસે જગુ બાટવા, મહેશ કિશન, મહેશનો પુત્ર તથા એક અજાણ્યા શખ્સે રોકી તું અમારી ખોટી વાતો કેમ કરશ તેમ કહી ઢીકાપાટુ તથા મુંઠ વડે હુમલો કરી માર મારતા ઈન્દ્રજીતે સિટી-એ ડિવિઝનમાં રાવ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription