ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
ખંભાળીયા તા. ૧૬ઃ ભારત સરકારના અલ્પસંખ્યક મંત્રાલય દ્વારા લઘુમતિ જાતિઓની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા માટે ઉસ્તાદ સન્માન-ર૦૧૮ યોજના શરૃ કરવામાં આવી છે. આ યોજનાની વિગતવાર જાહેરાત અલ્પસંખ્યક મંત્રાલયની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લઘુમતિ પૈકી-મુસ્લિમ, ઈસાઈ, જૈન, બૌદ્ધ, પારસી અને શિખ જાતિના ૩૦ વર્ષથી વધુ ઉંમરના તથા તા. ૩૧-૧ર-ર૦૧૭ ના ૧૦ (દસ) વર્ષનો અનુભવ ધરાવતા કલા કારીગરોએ તા. ર૧-પ-ર૦૧૮ સુધીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમૂનો અલ્પસંખ્યક મંત્રાલયની વેબસાઈટ ુુુ.દ્બૈર્હિૈાઅટ્ઠકકટ્ઠૈજિ.ર્ખ્તદૃ.ૈહ પરથી મળી શકશે. તેમજ ભરેલ ફોર્મ જરૃરી આધાર-પુરાવા સાથે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) દેવભૂમિ દ્વારકાની કચેરીએ નિયત સમય મર્યાદામાં મોકલી આપવાના રહેશે. તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.