ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

મીઝલ-રૃબેલા રસિકરણ અભિયાન અન્વયે વર્કશોપ યોજાયો

જામનગર તા. ૧૬ઃ જામનગર જિલ્લામાં આગામી જુલાઈ માસમાં ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને મીઝલ્સ-રૃબેલા રસી આપવાની કામગીરી કરવામાં આવશે. જેના અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત કામગીરી ખૂબ જ મોટા પાયે સમૂહમા કરવાની થતી હોય તેમજ તેમાં બાળકોને રોગોથી બચાવવા અને બાળમરણ અટકાવવા જેવા અગત્યના હેતુ સામેલ હોવાથી આ કામગીરીના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઈ.સી.ડી.એસ. અધિકારી તથા જિલ્લાના સંલગ્ન આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આઈ.સી.ડી.એસ. અધિકારી તથા જિલ્લાના સંલગ્ન અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે મિઝલ્સ રૃબેલા માર્ગદર્શિકા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા તે મુજબ કામગીરી કરવા ઈચ્નાર્જ જિલ્લા વિકાસ અધિકારી પાઠકભાઈએ આહ્વાન કર્યું હતું.

ડબલ્યુએઓ પ્રતિનિધિ ડો. વિનયકુમારે દિવ, કેરાલા તથા અન્ય રાજ્યોમાં પણ મિઝલ્સ-રૃબેલા અભિયાન સફળ બનાવવા યોગદાન આપ્યું છે. જેથી જામનગર જિલ્લામાં પણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તેમણે વિસ્તાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ અભિયાનમા તમામ આંગણવાડી કેન્દ્ર, શાળાઓ, ખાનગી શાળાઓ, મદ્રેસા તથા શાળાએ જતા ૯ માસથી ૧પ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવા જણાવ્યું હતું. ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ.જી. બથવારે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં લોકઆગેવાનો, ધર્મગુરુઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, રિલાયન્સ-એસ્સાર ઔદ્યોગિક ગૃહો, સામાજિક આગેવાનોનો સહયોગ લઈ શિક્ષકો તથા આંગણવાડી વર્કરોને સાથે રાખી જનજાગૃતિ લાવી ઝુંબેશને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. આ તકે જી.જ. હોસ્પિટલના ડો. ભદ્રેશ વ્યાસે અભિયાન સંદર્ભે સલામતી બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આરસીએચઓ ડો. બથવાર દ્વારા ગ્રામ્ય તથા તાલુકા લેવલે સુક્ષ્મ આયોજન કરી માતા મિટિંગ, સમુદાય મિટિંગ, શિક્ષક મિટિંગ, સામાજિક-ધાર્મિક આગેવાનો વગેરે સાથે પરામર્શ કરી ઉપરોક્ત કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે અંગે જણાવ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00