ન્યૂઝીલેન્ડ પછી બ્રિટનની પાંચ જેટલી મસ્જીદોમાં કરાઈ તોડફોડઃ એન્ટિ ટેરેરીસ્ટ સ્કવોડ દ્વારા કરાઈ તપાસ શરૃ / દિલ્હીમાંથી જૈશના આતંકી સજાદ ખાનની કરાઈ ધરપકડઃ પુલવામાં હુમલાખોરોના હતો સંપર્કમાં / ગ્રીનકાર્ડ મેળવવા માટે ગુજરાતના ર૩૦ જેટલા બિલડર્સ અમેરિકામાં ૮૦૦ કરોડ થી વધુનું કરશે રોકાણ /

સોના ચાંદીના ઘરેણાની ખરીદીનો સુવર્ણ અવસર એટલે અખાત્રીજ

જામનગર તા. ૧૬ઃ આગામી તા. ૧૮-એપ્રિલ, બુધવારના રોજ અખાત્રીજના અતિશુભ સંયોગના દિવસે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક સોના-ચાંદીના ઘરેણાં સહિતની વસ્તુઓની ખરીદી કરશે.

તહેવારોનો રાજા એટલે અતિ પવિત્ર અને શુભ અખાત્રીજ, ધર્મશાસ્ત્ર અને જ્યોતિષમાં આ દિવસને અતિ પવિત્ર શુભ અને મંગલકારી ગણેલો છે. જ્યોતિષીઓના મત અનુસાર આ દિવસે કરેલી ખરીદી લોકોને અક્ષય એટલે કે ચિરસ્થાયી શુભ ફળદાયી બની રહે છે. આ દિવસની ખરીદીને સિદ્ધિદાયક ગણાય છે. અખાત્રીજનો દિવસ સમૃદ્ધિ અને વૈભવ લઈને આવે છે. અખાત્રીજના દિવસે સોના-ચાંદી અને રીયલ ડાયમન્ડની ખરીદી કરવામાં આવે તો તે સ્થિર થઈને શુભત્વ પ્રદાન કરે છે.

સૌ કોઈ પોતપોતાની શક્તિ પ્રમાણે આ શુભદિને અવશ્ય ખરીદી કરે છે. એવી માન્યતા છે. વસ્તુની શુદ્ધતા અને પવિત્રતા તો ચોક્કસ થાય છે. પરંતુ સાથે-સાથે ખરીદી કરેલ દાગીના કે સોનું ઘરમાં અનેક મંગલકારી વસ્તુઓ પણ લાવે છે. અખાત્રીજના પવિત્ર દિવસે કરેલી ખરીદી વધુને વધુ સોનું અને સમૃદ્ધિ લાવે છે.

આ યોગને લોકો ધનતેરસ જેટલો જ પવિત્ર ગણે છે. દિવાળીના તહેવારોની ખરીદીની જેમ લોકો આવા પવિત્ર દિવસોમાં પણ ખરીદી કરવાનું ચૂકતા ન હોય, આ દિવસોમાં દાગીનાની ખરીદીમાં પડાપડી થશે તેમાં કોઈ શંકા નથી.

જેમ લોકો પવિત્ર દિવસે ખરીદી કરવાનો આગ્રહ રાખે છે તેમ પોતાના ચિર-પરિચિત વર્ષોથી પ્રતિષ્ઠા ધરાવતા વિશ્વાસુ જ્વેલર્સને ત્યાંથી ખરીદી કરવાનો પણ એટલો જ આગ્રહ રાખે છે. કેટલાક લોકોના મતે માન્યતા પ્રાપ્ત સ્ટાન્ડર્ડ અને વર્ષોના અનુભવ અને વિશ્વાસની કસોટી પર પાર ઊતરેલા જ્વેલર્સો ઉપર ભરોસો રાખવો એ જ યોગ્ય છે.

જામનગરના સુપ્રતિષ્ઠિત જ્વેલર્સ આગામી અખાત્રીજના તહેવારને ધ્યાનમાં લઈ ગ્રાહકો માટે અભૂતપૂર્વ કહી શકાય તેવી ઓફર - સ્કીમ લાવ્યા છે.

રિયલ ડાયમન્ડના આભૂષણોની મજૂરી પર રપ ટકા છૂટ અને ૧૦ ગ્રામ સોનાના આભૂષણોની મજૂરી પર રૃા. ૧૦૦૦ નું આકર્ષક ડીસ્કાઉન્ટ આપવાની સ્કીમ જામનગરના જાણિતા જ્વેલર્સો લાવ્યા છે. આ સ્કીમ તા. ૧૬ થી ૧૯ એપ્રિલ દરમિયાન ચાલુ રહેશે.

અખાત્રીજના શુભ અવસરનો લાભ લેવા લોકોની થનાર ખરીદીને સેવા પૂરી પાડવાના લક્ષ્યને ધ્યાને લઈ, શહેરના સુપ્રતિષ્ઠિત કે.ડી. જ્વેલર્સ, નવનીત જ્વેલર્સ, તુલસી જ્વેલર્સ, મુરલીધર જ્વેલર્સ, મનાલી જ્વેલર્સ, શ્રી બાલકૃષ્ણ જ્વેલર્સ, વૃંદાવન જ્વેલર્સ, શ્રી કૃષ્ણ જ્વેલર્સ, ન્યુ વિશાલ જ્વેલર્સ અને બાલકૃષ્ણ જ્વેલર્સ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00