ચાર વર્ષની ઉજવણીના ભાગરૃપે મોદી સરકાર ઓડીશામાં કરશે મહા રેલી / ભડકે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળવાની શક્યતાઃ આવતીકાલે સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત / યુએઈએ વિઝા પોલીસીમાં કર્યા ફેરફારોઃ ર૮ લાખ ભારતીઓને થશે ફાયદો /

રોયલ ચેલેન્જર્સ-બેંગ્લોર અને સનરાઈઝ હૈદ્રાબાદ વચ્ચે આવતીકાલે મેચઃ ભારે રોમાંચ

બેંગ્લોર તા. ૧૬ઃ આવતીકાલે આઈપીએલ ટુર્નામેન્ટમાં રોયલ ચેલેન્જર્સ - બેંગ્લોર અને સનરાઈઝ હૈદ્રાબાદ વચ્ચે નિર્ણયાક મેચ રમાવાનો હોય. ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બેંગલોર માટે સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે તમામ મેચો સેમીફાઇનલ સમાન રહેનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ટીમનો દેખાવ અપેક્ષા કરતા ખૂબ નબળો રહ્યો છે. પોઇન્ટ ટેબલમાં વિરાટની ટીમ હજુ પણ ખુબ પાછળ છે. તેના ૧૨ મેચોમાં પાંચ જીત સાથે ૧૦ પોઇન્ટ છે. નેટ રન રેટમાં આ ટીમ ખૂબ પાછળ છે.

સનરાઇઝ તેની સ્થિતી વધારે મજબુત કરવા પ્રયાસ કરશે. તેના હાલમાં ૧૮ પોઇન્ટ છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખૂબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00