ખંભાળીયામાં ભાજપના મહિલા સંમેલનનો ફિયાસ્કોઃ માત્ર ૧૪ મહિલાઓ જ હાજર...!

ખંભાળીયા તા. ૧રઃ ખંભાળીયામાં ભાજપના મહિલા સંમેલનમાં ભારે ફિયાસ્કો થતાં, કાર્યક્રમની નિષ્ફળતા અંગે પ્રદેશ કક્ષાએ તેની જાણ કરવામાં આવી છે.

ખંભાળીયામાં પાલિકાના યોગ હોલમાં ભાજપના રાજયકક્ષાના અગ્રણી નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં આ સંમેલનનું આયોજન થયું હતું. પરંતુ નિયત સમય વીતી જવા છતાં માત્ર એકાદ બે મહિલા જ ત્યાં હાજર હતાં.

છેવટે ફોન કરીને બોલાવતાં અંતે માંડ-માંડ ૧૪ મહિલા આવી હતી. આથી મહિલા સંમેલનનો રીતસર ફિયાસ્કો થતાં ખંભાળીયાના ભાજપ વર્તુળોમાં ભારે ટીકા થઈ રહી છે. આ પ્રકારના સંમેલનના આયોજન માટે સંકલનનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. આ સંમેલનની નિષ્ફળતાના પ્રદેશ કક્ષાએ પડઘા પડ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit