સાત રસ્તા પાસેથી બાઈકની ચોરી કરનાર શખ્સને પકડી પાડતી એલસીબી

જામનગર તા. ૯ઃ જામનગરના સાત રસ્તા પાસેથી દિવાળીની રાત્રે બાઈકની ચોરી કરનાર શખ્સને એલસીબીએ પકડી પાડી ચોરાઉ બાઈક કબજે કર્યું છે.

જામનગરના પ્રદર્શન મેદાનમાં દિવાળીની રાત્રે ફટાકડાની ખરીદી કરવા ગયેલા એક આસામીનું મોટર સાયકલ ચોરાઈ ગયું હતું. જેની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા એલસીબીએ પણ તપાસ શરૃ કરી હતી. તે દરમ્યાન એલસીબીના એન.બી. જાડેજા, વનરાજ મકવાણા, ખીમભાઈ ભોચીયાને મળેલી બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયાના વડપણ હેઠળ વોચ ગોઠવી પવનચક્કી પાસેની એક હોટલ નજીકથી હર્ષદમીલની ચાલી પાસેના હુસેની ચોકમાં રહેતા બસીર અલ્લારખા સુમરા ઉર્ફે ભુરા નામના શખ્સને નંબર પ્લેટ વગરના મોટરસાયકલને પકડી પુછપરછ કરતા તેણે આ બાઈક પ્રદર્શન મેદાન પાસેથી ચોર્યાની કબુલાત આપી છે. રૃા. ૩૦,૦૦૦નું બાઈક ઝબ્બે લઈ આરોપીનો કબજો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit