રખડતા ઢોરની ઢીંકથી જ નહીં, તેના મળ- મૂત્રના જીવાણું પણ બની શકે જીવલેણ

જામનગર તા. ૮ઃ જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દૂર કરવા અને પોલીસ દ્વારા ટ્રાફિક કાયદાની અમલવારીમાં વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવામાં આવે તે જરૃરી છે.

જામનગરના ડો.બિપીન સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રસ્તે રઝળતા પશુઓ બધી રીતે નુકસાન કારક છે તેઓ જાહેરમાં મળ-મૂત્રનો ત્યાગ કરે છે તેમાં જીવલેણ જંતુ રહેલા હોય છે. જે પણ ઘાતક સાબિત થઈ શકે છે. લોખંડથી ઈજા થાય તો જ ધનૂર થાય તેવી માન્યતા ભૂલ ભરેલી છે. ધનૂરના જીવાણુ શરીરમાં ઘુસી જાય તો તે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ભવિષ્યમાં પગપાળા ચાલતા લોકોને પણ પશુથી બચવા હેલ્મેટ પહેરવો પડશે. ગોઠણ સુધીના મજબૂત જુતા પહેરવા પડશે તેથી જીવજંતુ કરડી ન જાય આવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલા તંત્ર જરૃરી પગલા ભરે તે જરૃરી છે.

વધુમાં તેમણે સૂચન કરતા જણાવ્યું છે કે કથિત કાયદો અમલમાં આવ્યા પછી કનડગત, દાદાગીરી, દંડનીય ચલણ ફાડવા વગેરે જેવી મનઘડત કાર્યવાહી ક્યાંય જોવા મળે છે.

હક્કીકતે ઉપરી અધિકારીની સૂચનાના બદલે શુદ્ધબુદ્ધિનો ઉપયોગ કરીને કામગીરી કરવી જોઈએ. પાંચ-છ પોલીસ હોમગાર્ડઝ કે ટ્રાફિક વોર્ડનનું ટોળું એકલ-દોકલ વાહન ચાલકને ઘેરી વળે છે. એટલે કે દાદાગીરીનું વરવું પ્રદર્શન થાય છે.

સરકારી વાહનો, પોલીસના વાહનોમાં નંબર પ્લેટ હોતી નથી. તથા સીટબેલ્ટ પણ બાંધતા નથી. હેલ્મેટ પહેરતા નથી. ધૂમાડા ઓકતા વાહનો રોકતુ નથી. અને તેમના મેમો ફાડવામાં આવતા નથી. આવા બનાવ અનેક શહેરમાં જોવા મળી રહ્યા છે.

જો સરકાર ભારત-૪, ૫, અને ૬ પર્યાવરણલક્ષી વાહનો બનાવવાની જ છૂટ આપે તો પીયુસીની શું જરૃર છે?

જુના વાહનો માટે પીયુસી માંગવામાં આવે છે તો સરકારી એસ.ટી.બસોમાં પીયુસી હોય છે? પુષ્કળ ધૂમાડા ઓકતી બસ, રિક્ષા પાસે જે પીયુસી હોય તો પણ તે મસમોટો સવાલ છે કે કેવી રીતે મળ્યું?

આપણા મંત્રીઓ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના રસ્તા, ઢોર-છાણ રહિતના રસ્તાનું કેમ નિરીક્ષણ કરતા નથી. ગર્વનન્સનો અભ્યાસ કેમ કરતા નથી?

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit