જનતા ફાટક પાસે પ્રૌઢને સ્કૂટરની ઠોકર

જામનગર તા. ૧૨ઃ જનતા ફાટક પાસે ગઈકાલે સાંજે એક અજાણ્યા સ્કૂટરચાલક મહિલાએ રોડ ક્રોસ કરતા પ્રૌઢને ઠોકર મારી હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા મહિલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગરના ગુલાબનગર નજીકના રવિપાર્કમાં રહેતા અને જનતા ફાટક વિસ્તારમાં આવેલા એક ક્લાસીસમાં ચોકીદારની ફરજ બજાવતા ગુલાબહુસેન હાસમભાઈ ગઢકાઈ (ઉ.વ. ૫૪) નામના પ્રૌઢ ગઈકાલે સાંજે ક્લાસીસ પાસેથી રોડ ક્રોસ કરતા હતાં ત્યારે એક્ટીવા જેવું સ્કૂટર લઈને ત્યાંથી પૂરપાટ પસાર થયેલા એક મહિલાએ તેઓને ઠોકર મારતા ગુલામહુસેન ફંગોળાઈ ગયા હતાં. માથામાં ઈજા પામેલા આ પ્રૌઢને દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. તેઓએ અકસ્માત સર્જી નાસી ગયેલા મહિલા સ્કૂટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit