લલિત મોદી અને વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયાસમાં કેટલો થયો ખર્ચ...? સીબીઆઈ મૌન / રાજકોટ જનરલ બોર્ડ તોફાનીઃ મેયર અને કમિશ્નર પર લોલીપોપના ઘા / ગુજરાત બજેટમાં ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે લોનઃ ૬૭૫૫ કરોડનું પુરાંત લક્ષી બજેટ

મને ભારત જેટલો જ પ્રેમ પાકિસ્તાન પર છેઃ મણિશંકર ઐયર

નવી દિલ્હી તા. ૧૩ઃ કરાંચીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા નેતાએ કહ્યું છે કે તેને ભારત જેટલો જ પ્રેમ પાકિસ્તાન પર છે.

કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા મણિશંકર ઐયરે ફરીથી વિવાદાસ્પદ નિવેદન કર્યું છે.તેમણે કહ્યું કે તેઓ પાકિસ્તાનને એટલો જ પ્રેમ કરે છે, જેટલો પ્રેમ તેઓને ભારત માટે છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને વાતચીતના દ્વાર ખુલ્લા રાખ્યા છે, તેનો તેને ગર્વ છે.

રવિવારે કરાંચીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતા ઐયરે બન્ને દેશો વચ્ચે બંધ થયેલી વાતચીત ફરીથી શરૃ કરવાની વકીલાત કરતા કહ્યું કે પાકિસ્તાન તો વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ ભારત સરકાર તૈયાર નથી.

તેમણે કહ્યું કે ભારતે પડોશી દેશ સાથે પોતાના દેશ જેટલો જ પ્રેમ કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીર અને ભારતમાં થતી આતંકવાદી ઘટનાઓની સમસ્યા સત્વરે દૂર થવી જોઈએ. ઐયરના આ નિવેદન પછી સોશ્યલ મીડિયામાં તેની આકરી ટીકા થઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતની ચૂંટણી સમયે વડાપ્રધાન માટે 'નીચ' શબ્દ વાપર્યા પછી કોંગ્રેસે ઐયરને સસ્પેન્ડ કર્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00