જામનગરમાં કેન્સર અંગે જાગૃતિ તથા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન

જામનગર તા. ૧૨ઃ જામનગરમાં રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા તા. ૧૪-૭-૧૯ના સવારે ૧૦ થી ૧૨ સુધી રાધે ઈએનટી હોસ્પિટલ, ક્રીશ કોર્નર, બીજો માળ, જોલી બંગલા પાસે, કેન્સરના રોગ અંગે જાગૃતિ તથા વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં કેન્સરના નિષ્ણાત ડો. કુણાલ માંગલે સેવા આપશે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૮૪ ૬૭૨૭૧ ઉપર સંપર્ક કરવો.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને આયુષમાન ભારત યોજનાનું કાર્ડ ધરાવતા દર્દીઓ માટે રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit