ભારત પ૪૩ અબજ ડોલરનું દેવાદારઃ વિશ્વ પર રૃા. ૧૮૮ લાખ કરોડનું દેવું

નવી દિલ્હી તા. ૮ઃ આઈએમએફનો એક ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વ પર કેટલું દેણું છે, તે દર્શાવાયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) ના રિપોર્ટ મુજબ, સમગ્ર વિશ્વ પર દેવાનો બોજ લગભગ ૧૮૮ લાખ ડોલરનો છે. રકમનો અંદાજ એના પરથી જ લગાવી શકાય છે કે, ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર ર.૭ લાખ કરોડ ડોલરનો છે, જ્યારે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર લગભગ ર૧.૩પ લાખ કરોડ ડોલરનો છે.

આઈએમએફની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ લોનના આટલા વિશાળકાય બોજ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, લોનની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બેગણાથી પણ વધુ છે. તેમણે ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે, જો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઈ જાય છે, તો સરકારો અને ઈન્ડિયવિઝયુઅલ ખતરામાં પડી જશે.

ઉલ્લેખનિય છે કે, ર૦૧૬ માં સમગ્ર વિશ્વ પર લોનનો બોજ લગભગ ૧૮૮ લાખ કરોડ ડોલર હતો. જૂન મહીનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) નો રિપોર્ટ આવ્યો હતો જે મુજબ, ભારતનું કુલ વિદેશી દેવું ર૦૧૯ સુધી પ૪૩ અબજ ડોલર હતું. માર્ચ ર૦૧૮ ની સરખામણીએ વિદેશી દેવાની રકમમાં લગભગ ૧૩.૭ અબજ ડોલરનો વધારો થયો. જીડીપી સાથે સરખામણી કરીએ તો રકમ ૧૯.૭ ટકા હતી.

કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રૃપિયા માત્ર દેવા પર વ્યાજ ચૂકવવામાં ખર્ચ કરી દે છે. ગત્ બજેટમાં સરકારે દેવા પર વ્યાજ ચૂકવવા માટે પ.૭પ લાખ કરોડ રૃપિયા એલોટ કર્યા હતાં. બજેટ ર૦૧૯-ર૦ ની વાત કરીએ તો સરકારએ લગભગ ર૭.૮૦ લાખ કરોડ રૃપિયા ખર્ચનો 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit