પંડયા બ્રધર્સે ધોનીની કારથી પણ મોંઘી કાર ખરીદીઃ તસ્વીરો સોશ્યલ મિડીયા પર થઈ વાઈરલ / ગભરાયેલા પાકિસ્તાને ફરી નૌશેરામાં સીઝફાયરનું કર્યું ઉલ્લંઘનઃ એક જવાન શહીદ /

લાલપુરના ગજણામાં બીમારીથી કંટાળી પ્રૌઢનો ગળાફાંસોઃ બે યુવાને ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

જામનગર તા.૧૩ ઃ લાલપુરના ગજણા ગામમાં એક પ્રૌઢે બીમારીથી કંટાળી ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. દેડકદળ ગામના એક યુવાને અને ચંદ્રાવાડા ગામના એક યુવકે અકળ કારણસર ઝેરી દવા પી મોતને મીઠું કરી લીધું છે.

લાલપુર તાલુકાના ગજણા ગામમાં રહેતા અશ્વિનભાઈ જેઠાભાઈ નંજાર નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢ એકાદ વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા જેની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી રહી હતી. આ ઉપરાંત અશ્વિનભાઈ ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરની બીમારીથી પણ પીડાતા હતા. પોતાની બીમારીઓથી કંટાળી ગયેલા અશ્વિનભાઈએ ગામના પાદરમાં આવેલી ગોરધનભાઈ કરશનભાઈની વાડીમાં જઈ ગળાફાંસો ખાઈ લેતા ખીમાભાઈ તેજાભાઈ નંજારે પોલીસને જાણ કરી છે. લાલપુરના પોલીસ સ્ટેશને દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે.

ધ્રોલ તાલુકાના દેડકદળ ગામમાં રહેતા વિનોદસિંહ કાયુભા જાડેજા નામના પાંત્રીસ વર્ષના ગરાસિયા યુવાને ગઈકાલે બપોરે કોઈ કારણથી મરી જવાનો નિર્ણય કરી ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ગઈકાલે સાંજે મૃત્યુ નિપજતા તેઓના મોટાભાઈ રાજેન્દ્રસિંહએ પોલીસને જાણ કરી છે. એએસઆઈ પી.પી. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામના કાનાભાઈ સામતભાઈ ઓડેદરા નામના વીસ વર્ષના યુવાને ગઈ તા. ૮ મી ના કોઈ અગમ્ય કારણોસર  ઝેરી ટીકડા ખાઈ લેતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની જાણ દેવશીભાઈ વાઘાભાઈ ઓડેદરાએ કલ્યાણપુર પોલીસને કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription