વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ઓખાની ચકચારી બેવડી હત્યામાં ત્રણ આરોપીઓને ઉપાડતી પોલીસ

જામનગર તા.૧૦ ઃ ઓખામાં સપ્તાહ પહેલા થયેલી બેવડી હત્યાના ભેદને ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે. એલસીબી, એસઓજી સહિતની જુદી જુદી છ ટૂકડીઓએ હાથ ધરેલી તપાસ દરમ્યાન ગઈકાલે હત્યાના ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. આડોસંબંધ રાખવાની માગણી કરનાર આરોપીઓની માગણીને હત્યાનો ભોગ બનનાર મહિલાએ ઠુકરાવતા આ બનાવ બન્યો હતો. આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના ભુંગા વિસ્તારમાં આવેલા સુલેમાન બિલાલ સીદી ઉર્ફે ડાડાબાપુ નામના પંચાવન વર્ષના પ્રૌઢના મકાનમાંથી ગયા સપ્તાહે સુલેમાન સીદી તેમજ તેની સાથે રહેતા આરતી બાબભા માણેક (ઉ.વ.૩૫) નામના મહિલાના હત્યા કરાયેલા મૃતદેહ સાંપડયા હતા જેનો પોલીસે કબજો સંભાળ્યા પછી એસપી રોહન આનંદના માર્ગદર્શન હેઠળ એએસપી પ્રશાંત સુમ્બેએ હત્યાના આરોપીઓને પકડવા માટે એસઓજી, એલસીબી, દ્વારકા પોલીસ વગેરેના વડપણ હેઠળ છ ટૂકડીની રચના કરી તપાસનો આદેશ કર્યાે હતો જેના પગલે પોલીસે મૃતકોના મોબાઈલની કોલ ડીટેઈલ, અનેક લોકોના નિવેદન નોંધવા, સીસીટીવીના ફૂટેજ વગેરે બાબતો ચકાસવાનું શરૃ કર્યું હતું જેમાં પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા સાંપડી છે.

પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી તે દરમ્યાન મૃતક આરતી માણેકના ભાઈએ અજાણ્યા શખ્સો સામે આઈપીસી ૩૦૨ વગેરે કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે એસઓજી પીઆઈ કે.જી. ઝાલા, એલસીબી પીઆઈ ઓડેદરા, એસઓજીના પીએસઆઈ ગોહિલ, દ્વારકાના પીઆઈ દેકાવડિયા, પીએસઆઈ ચૌધરી, પીએસઆઈ રોહડિયા સહિતની ટૂકડીઓ તપાસમાં જોતરાઈ હતી જેમાં ઓખાના જ રહેવાસી રાજુભા ભીખુભા કેર, પલાસ કરશનભાઈ અઘેરા ઉર્ફે ભોલો તથા મનોજ ઉર્ફે વિનોદભાઈ સંજોગ નામના ત્રણ શખ્સો પોલીસના રડારમાં આવ્યા હતા. તેઓને ગઈકાલે પોલીસે ઓખામાંથી પકડી પાડયા છે. પૂછપરછ હાથ ધરતા આ શખ્સોએ ડબલ મર્ડર કર્યાની કબૂલાત આપી ગુન્હામાં વાપરેલું હથિયાર, કપડા, મોટરસાયકલ કાઢી આપ્યા છે. આ આરોપીઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યા મુજબ રાજુભા પલાસ અને મનોજ ત્રિપલ સવારીમાં મોટરસાયકલ પર તે મકાને પહોંચ્યા હતા જ્યાં તેઓએ બન્ને વ્યક્તિઓ પર પાઈપ વડે ફટકા મારી તેઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તા.૧ની રાત્રે અંદાજે દોઢેક વાગ્યે આ શખ્સો હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. હુમલાનો ભોગ બનનાર બન્ને વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે કે નહીં તેની ખાતરી કરવા માટે ત્રણેયએ બેએક વખત ત્યાં આંટા માર્યા હતા પછી હત્યા થઈ ગઈ હોવાનું પાકું માની નાસી ગયા હતા. હત્યામાં સંડોવાયેલો રાજુભા પરિણીત છે જેણે હાલમાં છૂટાછેડા લીધા છે, બાકીના બે આરોપીઓ હજુ અપરિણીત છે. અનેક પુરૃષો સાથે  સંબંધો ધરાવનાર આરતી માણેકની માફક રાજુભા પણ દારૃ વેચવાનો વ્યવસાય કરતો હતો તેના કારણે રાજુભા અને આરતી વચ્ચે પરિચય કેળવાયો હતો ત્યાર પછી રાજુભાએ મૃતક મહિલા સાથે અનૈતિક સંબંધ રાખવાની માગણી કરી હતી જેને આ મહિલાએ નકારતા રાજુભા ઉશ્કેરાયો હતો અને તેના કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો જે મહિલા પોતાની સાથે સંબંધ રાખવાની ના પાડતી હતી તે મહિલા પ્રૌઢ સાથે રહેતી હોય તે બાબત રાજુભાથી સહન થઈ ન હતી.

હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની વિધિવત ધરપકડ કર્યા પછી તેઓને રિમાન્ડ પર લેવા માટે તજવીજ હાથ ધરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription