દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

મુખ્યમંત્રી રૃપાણી દિલ્હીમાંઃ વડાપ્રધાન સાથે પાણીની કટોકટી અંગે કરી ચર્ચા

નવી દિલ્હી તા. ૧૩ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓને રાજ્યની સંભવિત પીવાના પાણીની કટોકટી ઉપરાંત રાજકીય ચર્ચા પણ કરી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણી બે દિવસના દિલ્હીના પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતાં. વડાપ્રધાન અને તેમની વચ્ચે ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિની સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં ઊભી થનારી પાણીની કટોકટીની સ્થિતિ અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પીવાના પાણીની અછત મુદ્દે કેન્દ્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવા માટેની ખાતરી વડાપ્રધાને આપી હતી.

ખાસ કરીને ગુજરાતમાં ફરીથી રચાયેલી રૃપાણી સરકારની કામગીરી અને મંત્રીઓ તથા સંગઠનના આગેવાનોની ગતિવિધિઓ મુદ્દે પણ બન્ને વચ્ચે વિસ્તારપૂર્વક વાત થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીના રપ ફેબ્રુઆરીના ગુજરાતના કાર્યક્રમ અંગે પણ મુખ્યમંત્રી સાથે વડાપ્રધાને ચર્ચા કરી હતી, તેવા અહેવાલો મળી રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00