જામનગર તા. ૮ઃ જામજોધપુરની એક સગીરાને ગઈ તા. ૪.૧૦.ર૦૧૯ ના દિને રાવલ ગામનો ભરત વશરામ ગામી નામનો શખ્સ પોતાની સાથે નસાડી ગયો હતો. તેણી પર ભરતે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્યમાં ભરતના પિતા યશરાજભાઈ બોધાભાઈ ગામીએ આશરો આપી મદદગારી કરી હોવાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના પિતા વશરામભાઈએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તેને રૃપિયા રપ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ મનિષ વસિયર, આર.એચ. સોલંકી, જે.જે. ગોંડલિયા રોકાયા છે.