રંગમતીનું વધારાનું પાણી લાખોટા તળાવમાં વાળતા નવા નીરની આવક

જામનગર તા. ૮ઃ જામનગરના લાખોટા તળાવમાં પાણી ખેંચી લાવતી કેનાલમાં પાણી વાળવામાં આવ્યા છે. પરિણામે તળાવમાં પાણીની આવક થવા પામી છે.

રંગમતી ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતાં. આથી તેમાંથી નીકળતા વધારાના પાણી દરિયામાં વહી જાય તેના બદલે મહાનગરપાલિકાએ કેનાલ તરફ વાળ્યા હતાં. આથી આ કેનાલમાં પાણી આવ્યા છે અને તે ધીમી ગતિએ તળાવમાં ઠાલવાઈ રહ્યા છે. આમ તળાવમાં થોડા નવા પાણીની આવક થશે. તાજેતરમાં લીકેજીંગના કારણે તળાવમાંથી પાણીનો જથ્થો ઓછો થયો હતો. તેની પૂર્તતા કરવા આ પાણી ખેંચી લાવવામાં આવી રહ્યું છે. જે નગરજનો માટે ફાયદાકારક સાબિત થશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription