લલિત મોદી અને વિજય માલ્યાને ભારત લાવવાના પ્રયાસમાં કેટલો થયો ખર્ચ...? સીબીઆઈ મૌન / રાજકોટ જનરલ બોર્ડ તોફાનીઃ મેયર અને કમિશ્નર પર લોલીપોપના ઘા / ગુજરાત બજેટમાં ખેડૂતોને મળશે ઝીરો ટકા વ્યાજે લોનઃ ૬૭૫૫ કરોડનું પુરાંત લક્ષી બજેટ

કલ્યાણપુરના લાંબાબંંદરમાં મોડીરાત્રે દુકાનમાં આગ ભભૂકીઃ ભારે નુકસાની

ભાટિયા તા. ૧૩ઃ કલ્યાણપુરના લાંબામાં કટલેરી-રોઝીયેરીની એક દુકાનમાં ગઈરાત્રે કોઈ કારણથી આગ ભભૂકી હતી. દુકાન માલિક તથા ગ્રામજનોએ આગને કાબૂમાં લીધી તે પહેલા અંદર પડેલો માલસામાન ખાખ થઈ જવા પામ્યો હતો. આગ કઈ રીતે લાગી? તેની પોલીસે તપાસ શરૃ કરી છે.

કલ્યાણપુર તાલુકાના લાંંબાબંદર ગામમાં આવેલી મુખ્ય બજારમાં મોમાઈ નોવેલ્ટીઝ નામની કટલેરી તથા હોઝીયેરીની દુકાન ધરાવતા રસીકભાઈ છગનભાઈ ધોકિયા નામના પ્રજાપતિ વેપારી ગઈકાલે રાત્રે પોતાના નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરીને ઘરે ગયા પછી તેઓની દુકાનમાં મોડીરાત્રે કોઈ કારણથી આગ ભભૂકી હતી.

આ બાબતની જાણ થતા દુકાન માલિક રસીકભાઈ અને અન્ય લોકો દોડી આવ્યા હતા. તેઓએ પાડોશીઓ અને ગ્રામજનોનો સહકાર મેળવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૃ કર્યાે હતો તેમ છતાં દુકાનમાં રહેલો હોઝીયેરી તથા કટલેરીનો માલસામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો હતો.

ઉપરોકત બનાવની પોલીસને જાણ કરવામાં આવતા કલ્યાણપુરથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આગ કઈ રીતે લાગી? તેની તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00