ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /

સ્વાતંત્ર્ય પર્વે લાલકિલ્લા પર વડાપ્રધાનની સુરક્ષા માટે મહિલા કમાન્ડો થશે તૈનાત

નવી દિલ્હી તા. ૧૦ઃ આ વર્ષે ૧પ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદી સંબંધોન કરશે, ત્યારે તેઓની સુરક્ષા માટે વુમન સ્વોટ કમાન્ડોની ટીમ પણ તૈનાત થશે.

આપણે હંમેશાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હંમેશ ખડતલ પુરુષ કમાન્ડોથી ઘેરાયેલા જોયા છે. દેશ હોય કે વિદેશની ધરતી, હંમેશાં આ સ્ફૂર્તિલા કમાન્ડો જ તેમની રક્ષા કરતા હોય છે, પરંતુ આ વખતે મહિલા કમાન્ડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળશે, તેવા મીડિયા અહેવાલો છે.

આ વર્ષે ૧પ મી ઓગસ્ટના દિવસે જ્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરી રહ્યા હશે ત્યારે તેમની સુરક્ષા એસપીજી અને લોકલ પોલીસ અને દિલ્હી પોલીસની વુમન સ્વોટ કમાન્ડો ટીમ પણ તૈનાત કરવામાં આવશે. દિલ્હી પોલીસની આ કમાન્ડો  ટીમ દેશના કોઈપણ રાજ્ય પોલીસમાં આ પહેલી ટીમ છે.

આજે ગૃહમંત્રી રાજનાથસિંહ આ સ્પેશિયલ વુમન કમાન્ડોને દિલ્હીની જનતાની સુરક્ષામાં તૈનાત કરશે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની દેખરેખમાં બનાવવામાં આવેલા આ વિશેષ દળમાં ૩૬ વુમન કોન્સ્ટેબલને ૧પ મહિના ટ્રેનિંગ આપવામાં આવી છે. સામાન્ય રીતે કમાન્ડો ટ્રેનિંગ ૧ર મહિનાની હોય છે. આ દળ પુરુષ કમાન્ડો કરતા પણ વધારે તાલિમબદ્ધ છે. તેમને એનએસજીની કમાન્ડો ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ મહિલા કમાન્ડોમાં તાજેતરમાં જ દિલ્હી પોલીસમાં ભરતી થયેલી દેશભરની મહિલા કોન્સ્ટેબલમાંથી અસમમાંથી ૧૩, મણિપુરમાંથી પાંચ, અરૃણાચલ પ્રદેશમાંથી પાંચ, મેઘાલયમાંથી ૪, નાગાલેન્ડમાંથી બે અને મિઝોરમ અને ત્રિપુરામાંથી ૧-૧ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી છે. હાલ તેમને રાજપથ અને વિજય ચોક પર તૈનાત કરવામાં આવશે.

તેમની ટ્રેનિંગ પીટીસી ઝાડૌફા કલા અને માનેસરમાં થઈ છે. આ મહિલા કમાન્ડો બખ્તરબંધ ગાડીઓમાં તૈનાત રહેશે. આ ગાડીને પન વુમન કમાન્ડો સજ્જ ચલાવશે. તમામ કમાન્ડો બોમ્બ નિષ્ક્રિય કરવામાં પણ સક્ષમ છે. તેમને દિલ્હી પોલીસના પરાક્રમ દળની જ કમાન્ડોથી અનેક રીતે તાલિમબદ્ધ કરવામાં આવી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વર્તમાનમાં દેશના કોઈપણ રાજ્ય પોલીસ પાસે આ કક્ષાની મહિલા કમાન્ડો ટીમ નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00