દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

જામનગર મહાનગર ૫ાલિકાનો આવાસ યોજનાનાં દસ મકાનોમાં ગેરકાયદે કબજો

જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગર પાલિકા હસ્તકનાં મુખ્ય મંત્રી આવાસ યોજનાનાં ૧૦ ફ્લેટમાં કોઈ શખ્સોએ ગેરકાયદે કબજો કરી લીધો હતો. આખરે મહાનગર પાલિકાએ કબજો મેળવી લઈ આવા શખ્સો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમ મહાનગર પાલિકાના સિટી ઈજનેર દ્વારા જણાવાયું છે.

જામનગરમાં મયુર નગરમાં મુખ્ય મંત્રી આવાસ યોજનાં અન્વયે ૫૧૨ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં તેમાંથી ૭૫ આવાસ (ફલેટ)નો કબજો મહાનગર પાલિકા પાસે છે. તેમાંથી દસ ફલેટમાં કોઈએ ગેરકાયદે કબજો મેળવી લીધો હતો.

આ દસ મકાનમાંથી ચાર મકાનમાં ઘર વખરીનો સામાન હતો. ચાર આવાસો ખાલી હતા. તેમાં દબાણકારોએ પોતાનાં તાળા માર્યા હતા. જ્યારે બે આવાસોમાં વસવાટ કરતા હોવાનું જણાયું હતું. આથી તેમને બે દિવસમાં મકાન ખાલી કરી આપી મહાનગર પાલિકાને સંપર્ક કરવા જણાવ્યું હતું. જ્યારે આઠ મકાનોને મહાનગર પાલિકાએ પોતાના તાળા મારી કબજો પરત મેળવી લીધો હતો. હવે આ તમામ દસ દબાણ કરતાઓ સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.

આ કામગીરી મહાનગર પાલિકાનાં હાઉસીગ સેલ ફાયર શાખાના જવાનો સિક્યોરીટી સ્ટાફ દ્વારા પોલીસ સુરક્ષા હેઠળ કરવામાં આવી હતી. જે આસામીઓએ પોતાનાં આવાસ ભાડે આપ્યા છે તે અંગે પણ ટૂંક સમયમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. અને ભાડુઆતી, લાભાર્થી સામે પણ ધોરણસર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તમામ ભાડુઆતોએ પણ સત્ત્વરે આવાસ ખાલી કરી આપવા તાકીદ કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00